તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:પીજની ICDS ઘટકની મુખ્ય સેવિકા ફરજ મોકુફ, વર્કર બહેનો પાસે હજારનો હપ્તો બાંધ્યો હતો

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વસો તાલુકાના પીજ આઈસીડીએસ ઘટકમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા હંસાબહેન દરજીએ સેજાની કુલ 21 આંગણવાડી વર્કર બહેનો પાસેથી મહિનાનો રૂ. એક હજારનો હપ્તો બાંધ્યો હતો. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન ચા નાસ્તો તથા રૂ.100 ઉઘરાવ્યાં હતાં. આ ઉપરાંત વિઝીટ દરમિયાન બહેનોને અપશબ્દ કહ્યાં હતાં. સરકાર તરફથી વિનામુલ્યે મળેલા વજનકાંટા પેટે હંસાબહેને રૂ.100ની માંગણી કરી હતી. આંગણવાડી વર્કર બહેનોનો રજા રિપોર્ટ તાલુકા કચેરીએ આપતાં નહતાં અને પગાર પોતાની પાસે રાખી લેતા હતાં. આંગણવાડી કેન્દ્રમાં મેડિસિન કિટ્સ આપવામાં આવી હતી. તેમાં મળેલા કોટન અંગત ઉપયોગ માટે લઇ ગયાં હતાં. ઘઉંનો સ્ટોક પણ બહેનોને આપ્યો ન હતો. આ તમામ ગેરરીતીના પગલે DDO દ્વારા ફરજ મોકુફ કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો