ખેડાની મુલાકાતે CM:મુખ્યમંત્રીએ નડિયાદના રામજી મંદિરમાં આરતીનો લ્હાવો લીધો, સેવાના પ્રતીક સમા સંતરામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દર્શન કરી ગાદીપતિ મહારાજના આર્શીવાદ મેળવ્યા

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકારમાં મોટી ઉથલ પાથલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. જેમાં નવી સરકાર રચાતા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યાના ચોથા દિવસે જ સેવા અને આસ્થાનું પ્રતિક ધરાવતાં નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મૂલાકાત લીધી છે. આ પહેલા શહેરના રામજી મંદિરમાં પ્રભુ શ્રી રામની આરતી ઉતારી હતી.

શુક્રવારે સમી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીનો કાફલો નડિયાદ આવતાં સૌપ્રથમ તેઓ સંતરામ સર્કલ પાસે આવેલ રામજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસે નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંયા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી. મંદિરના મહાવીરદાસજી મહારાજ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા.

જે બાદ સંતરામ મંદિરમાં દર્શન કરી ગાદીપતિ પ.પૂ.રામદાસજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી મહારાજ સાથે વાર્તાલાપ કરી છુટા પડ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, કલેકટર કે. એલ. બચાણી, અધિક કલેકટર, ડી.ડી.ઓ મેહુલ દવે સહિત પ્રાંત અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...