વિવાદ:કપડવંજમાં બે પરિવારો બાખડતા મામલો પોલીસમાં પહોંચ્યો

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજમાં રહેતા બે પરિવારો વચ્ચે પુત્રીના સગપણને લઇને તકરાર થયા બાદ સામસામે ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કપડવંજમાં રહેતા કવરનાથની પુત્રીની સગાઇ તોડવાની હોવાથી તેઓ પોતાના નજીકના સ્વજનો સાથે દીકરીની સગાઇ તોડવા માટે ગયા હતા. આ સમયે ત્યાં તેમના જ સમાજના નટવરનાથ તેમના પરિવાર સાથે આવ્યા હતા અને વચ્ચે બોલતા હોવાથી કવરનાથે તેમને વચ્ચે નહીં બોલાવાનું કહેતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીઓથી કવરનાથ, પ્રેમનાથ, કરશનનાથ, મુમનબેનને માર માર્યો હતો. આ સમયે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કવરનાથ અને તેમના પરિવારને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ મામલે કવરનાથની ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે નટવરનાથ, કરણનાથ, ચંગુનાથ રૂમાલનાથ તથા પૂનમનાથ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સામે પક્ષે કરણનાથ નટવરનાથે પોલીસ મથકે રોશનનાથ ઉર્ફે મુન્નાનાથ, સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...