તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:ખેડા જિલ્લામાં 3 ઓકટોબરે 12 બેઠકની પેટા ચૂંટણી પરિણામ 5મીએ જાહેર થશે

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતર તા. પં.ની 1, ડાકોર ન.પા.ની 8, ખેડા ન.પા.ની 3 અને મહેમદાવાદ ન.પા.ની 1 બેઠક

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો ભરવા માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ખેડા જિલ્લાની 01 તાલુકા પંચાયત બેઠક અને નગર પાલિકાની જુદી જુદી 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે. માતર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આયોગ દ્વારા 23 જાન્યુઆરીના રોજ કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ મહેલજ બેઠકના ઉમેદવારનું મૃત્યુ થતા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી હતી. જે એક બેઠક માટે હવે આગામી 3 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.

આ સાથે ખેડા જિલ્લાની 3 નગરપાલિકાની ખાલી પડેલી 12 બેઠકો માટે પણ ચૂંટણી યોજાનાર છે. જેમાં ખેડા નગરપાલિકા ની વોર્ડ નં.1ની 02 બેઠકો અને વોર્ડ નં.06 ની 01 બેઠક છે. ડાકોર નગરપાલિકા ના વોર્ડ નં.01 માં 01, વોર્ડ નં.04માં 02, વોર્ડ નં.06માં 01, વોર્ડ નં.07 માં 04 બેઠક જ્યારે મહેમદાવાદ ન.પાની વોર્ડ નં.06 ની 01 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. જે મુજબ આગામી 13 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે.

જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવા માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. તા.18 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે. 20 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થસે, 21 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ રહેશે. અને તા.3 ઓક્ટોબરના રવિવારના રોજ સવારે 7 થી 6 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તા.5 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...