કાર્યવાહી:જમીનમાં ભાગ પાડવા અંગે ભાઇ-ભાઇ બાખડી પડ્યા

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરાના ચરેડી વિસ્તારમાં આવેલા મસરાની ઘટના

ઠાસરાના ચરેડી વિસ્તારમાં આવેલા મસરામાં રહેતા સુરેશભાઇ સોલંકી સોમવારના રોજ કાકા મોહનભાઈના ઘરે મંડપ બાંધતા હતા. તે સમયે તેમના ઘરે બૂમાબૂમ થતા તેઓ ત્યાં જતા કાકા રઇજીભાઇ અને તેમનો દીકરો દિલીપ તેમના પિતા સોમાભાઇને કહેલ કે મોહનભાઇ જમીનમાં મકાન બનાવે છે, તે જમીનમાં ત્રણ ભાગ પાડવાના છે તો તુ મોહનભાઇને કેમ કશું કહેતો નથી, તેમ કહી ગાળો બોલી ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. તે સમયે ભાભી કૈલાશબેન સોમાભાઈને છોડાવવા વચ્ચે પડતા રઇજીભાઇ નજીકમાંથી ધારીયાનુ પૂઠુ માર્યુ હતુ.

જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુરેશભાઇ સોમાભાઇ સોલંકીએ ડાકોર પોલીસ મથકે રઇજીભાઇ કોદરભાઇ સોલંકી અને દિલીપભાઇ રઇજીભાઇ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...