તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ડાકોરમાં આધેડની અને પલાણા નહેરમાંથી યુવતીની લાશ મળી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીની હત્યા કે આત્મહત્યા તેને લઇને પોલીસ તપાસ

નડિયાદના ખારાકુવામાં રહેતા અતુલભાઈ પટેલની 19 વર્ષિય દીકરી ગતરોજ આશરે સાડા ત્રણ-ચાર કલાકે બહેનપણી સાથે બજારમાં ફરવા નીકળી હતી. દીકરી પરત ના આવતાં પરિવારે શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ મળી નહોતી. એટલે પરિવારે નડિયાદ પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ પલાણાની કેનાલમાંથી એક છોકરીનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેની જાણ વસો પોલીસને થતાં પોલીસે તપાસ કરતા અતુલભાઈ પટેલની દીકરી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસે લાશનો પોસ્ટમોર્ટમ કરાવી કબજો તેના પરિવારને સોંપ્યો હતો.જો કે, યાત્રીનું કયા સંજોગોમાં મૃત્યુ થયુ છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

જ્યારે બીજા બનાવમાં ડાકોરના જેસાપુરા વિસ્તારના આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અચાનક કૂવામાંથી લાશ મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. હાલ,આ મામલે પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે. જ્યાં મૃતકનો પરિવાર આ મામલે પાડોશી પર ગંભીર આક્ષેપ કરતાં મૃતકની હત્યા થઈ હોવાનું જણાવી રહ્યાં છે. જો કે, મૃતકની હત્યા થઈ છે કે, તેણે આત્મહત્યા કરી છે તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...