તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારી જાહેર કરી તેમાં અનેક નામો કપાયા છે. જોકે, તેમના લાગતા વળગતાને ટીકીટ આપી સાચવી લેવામાં આવ્યાં હતાં. પરંતુ વોર્ડ નં.13માં ભાજપની ગત ટર્મમાં ચૂંટાયેલા વિજયભાઈ રાવે અપક્ષ તરીકે ઉમેદવારી કરતાં હલચલ મચી ગઈ છે. નડિયાદ પાલિકાની ગત ટર્મમાં વિજયભાઈ રાવે વોર્ડ નં.13માં ભાજપના મેન્ટેડ પર ઉમેદવારી કરી હતી. જેમાં તેઓએ 769 મતોથી વિજેતા બન્યાં હતાં.
પરંતુ ચાલુ સત્તાકાળ દરમિયાન સતત ત્રણ બેઠકમાં તેઓ ગેરહાજર હોવાનું જણાવી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જોકે, આ મુદ્દે વિજયભાઈએ પણ ઉચ્ચ કક્ષાએ ધા નાંખતા સત્તાધિશોમાં દોડધામ મચી હતી. આખરે હાલની સામાન્ય ચૂંટણીમાં ભાજપે તેમને ટીકીટ ફાળવી નહતી. જેને કારણે વિજયભાઈ રાવે અપક્ષ ઉમેદવારી કરી છે અને સાથોસાથ તેમના પત્ની રંજનબહેન વિજયભાઈ રાવે પણ ઉમેદવારી કરી છે. તેમના આ નિર્ણયથી ભાજપમાં ચિંતાની લાગણી પેઠી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.