દુર્ઘટના:કારની ટક્કરે બાઇક ચાલકને ઇજા પહોંચી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસો તાલુકાના દંતાલી નજીક દાવડા ઓવરબ્રિજથી આગળ કારની હડફેટે બાઇક ચાલકને ઇજા થઇ હતી. નડિયાદના ચલાલી વગડો, શક્તિનગરમાં રહેતાં ચંદુભાઇ ગલાભાઇ તળપદાએ વસો પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ પોતાની બાઇક લઇને દંતાલી પાસે દાવડા ઓવરબ્રિજથી આગળ જતાં હતા. ત્યારે અજાણી ગાડીના ચાલકે ફરિયાદીની બાઇક સાથે ભટકાડી ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...