તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા 48 કલાક પહેલા જ ભાજપે ખેડા જિલ્લામાં ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. છેલ્લા કેટલાય દિવસોથી કોને કોને ટીકીટ અપાશે અને કોની કોની બાદબાકી કરાશે એની અટકળોનો આજે અંત આવ્યો છે. જોકે આ વખતે ભાજપના નવા માળખામાં મોટા પ્રમાણમાં બદલાવ આવ્યા હોવાથી નવા ચહેરાઓ સામે આવ્યા છે. 40% જેટલા નવા ઉમેદવારોને સોનેરી તક આપવામાં આવી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ પક્ષ દ્વારા ખેડા જિલ્લાના ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જે પસંદગીની પક્રીયા છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ હતી તેનો આજે અંત આવ્યો છે. ચૂંટણી પહેલા જિલ્લા કક્ષાએથી નિરીક્ષકો મોકલ્યા હતા આ બાદ દાવેદારોનું લીસ્ટ મોકલાયુ હતું. પ્રદેશમાંથી સેન્સ પણ લેવાયા હતા અને આ બાદ પસંદગીની પક્રીયા ઉપર આજે મહોર લગાવતા ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છવાયો છે.
ભાજપ પક્ષ દ્વારા આ વખતે સગાવાદ, ત્રણ ટમથી સતત જીતતા અને 60 વર્ષના જે નવા નિયમોનું ચૂસ્ત પણે પાલન કરાયો હોવાનો દાવો જીલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ કર્યો છે. નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર અને વસો તાલુકા પંચાયતમાં પક્ષમાંથી 166 ઉમેદવારો ચૂંટણી લડશે, જ્યારે નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકામાં 152 ઉમેદવારો પક્ષમાંથી ચૂંટણી લડશે. એમ કુલ 318 ઉમેદવારો ભાજપ પક્ષમાં પોતાનું નસીબ અજમાવશે.
નવા નિયમના માળખાની વાત કરીએ તો, આ વખતે જિલ્લામાં 40 ટકા જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી છે. ટીકીટની ફાળવણી બાદ નડીઆદ નગરપાલિકામાં થોડા ઘણાં અંશે સગાવાદ ચાલ્યો હોય તેવુ ચિત્ર જોવા મળ્યું છે. વોર્ડ નંબર 12માંથી પૂર્વ સંસદના દિકરાને ટીકીટ આપાઈ છે, વોર્ડ નંબર 11માંથી પૂર્વ પ્રમુખ દિપિકાબેનના પતિને ટીકીટ અપાઈ છે, વોર્ડ નંબર 3માંથી પણ પૂર્વ કાઉન્સિલરના પરિવારના સભ્યને ટીકીટ અપાતા સગાવાદનું ચિત્ર સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.
જ્યારે પક્ષના કેટલાક ચૂસ્ત ટેકેદારોની ટીકીટ પણ કપાઈ ગઇ હોવાનું બહાર આવ્યું છે. જોકે ભુતકાળની જેમ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ જંગી બહુમતીથી વિજયી બનશે તેવો દાવો જીલ્લા પ્રમુખે કર્યો છે. જોકે આ તમામ બાબતો વચ્ચે મતદારો કોને ફળશે તે તો આવનારા સમય જ કહેશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.