ક્રાઇમ:પૈસાની માંગણી કરતી માને દીકરાએ માર માર્યો

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ શહેરમાં બનેલી ઘટનાને લઈ ફિટકાર : પોલીસે ગુનો નોંધ્યો
  • વહુએ સાસુને વધુ મારમાંથી બચાવ્યા

નડિયાદના છાણી તલાવડી વિસ્તારમાં તું મારી પાસે ગાય અને જણસોના પૈસા કેમ માંગે કહીને દીકરાએ માને માર માર્યો હતો. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર, નડિયાદના કાળીબેન ભરવાડ બપોરના સમયે પોતાના ઘરમાં રોટલા બનાવતાં હતા અને બનેવી મોહનભાઈ જમતા હતા. તે વખતે તેમનો દીકરો મનુ આવીને તું વારંવાર અમારી પાસે ગાયો અને જણસોના પૈસાની માંગણી કેમ કરે છે ? કહીને તેમને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો.ત્યારે બનેવીએ તેને સમજાવીને પાછો મોકલી દીધો હતો.

થોડીવાર પછી મનુ અને તેમના પતિ પેથાભાઈ બન્ને જણા આવીને તેમને મારવા ફરી વળ્યાં હતા. એટલું નહીં, દીકરો તેમને મારવા માટે ધારીયું લઈ આવ્યો હતો. ઝપાઝપી થતાં ધારિયાની ચાંચ વાગતા તેમને ઈજા પહોંચી હતી. તે દરમિયાન બૂમાબૂમ થતાં બનેવી મોહનભાઈ અને દીકરાની વહુએ આવીને તેમને વધુ મારથી બચાવ્યાં હતા. આમ, નાની વાતમાં દીકરાએ માને ગડદાપાટુનો માર મારતા કાળીબેને નડિયાદ પોલીસ મથકે પતિ અને દીકરા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...