તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સાળી સાથેના આડા સંબંધને કારણે જન્મેલી બાળકીને ત્યજી દેવાઇ હતી

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સમાજની શરમ આવ્યા બાદ હવે ઉઘાડા પડી જતાં બાળકી મેળવવા કવાયત

વસો નજીક ફાટક પાસે કડકડતી ઠંડીમાં ઝાડી-ઝાંખરામાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીના માતા-પિતાને પોલીસે ઝડપી પાડ્યા બાદ હવે તેમણે બાળકીને પરત મેળવવા માટે કવાયત હાથ ધરી છે. સોમવારે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ હાજર થઇને બાળકીને પરત મેળવવાની રજૂઆત કરતાં, હાલમાં આ મામલે તપાસ અધિકારીનો અભિપ્રાય મેળવવા માટેની કવાયત હાથ ધરી છે. વસો પાસે રેલ્વે ફાટક નજીકના ઝાડી-ઝાંખરામાંથી નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી.

જે તે સમયે તો પોલીસે બાળકીનો કબજો લઇને તેને માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. જોકે, બાદમાં પોલીસની તપાસમાં મૂળ દાહોદના અને હાલમાં રામપુરમાં રહેતા યુવકે તેની સાળી સાથેના આડા સંબંધને કારણે જન્મેલી બાળકીને ત્યજી દીધી હોવાનું બહાર આવતાં વસો પોલીસે યુવકની અટક કરી, તેની સામે કાર્યવાહી કરી હતી. જોકે, હવે યુવક અને તેની સાળી આ બાળકીને પરત મેળવવા માટે તજવીજ કરી રહ્યા છે. સોમવારે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ યુવક અને તેની સાળી હાજર રહ્યા હતા અને બાળકીને પરત મેળવવા માટે અરજી કરી હતી. જેના આધારે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ મામલાની તપાસ કરનાર અધિકારી પાસેથી તમામ પુરાવાઓ, વિગતો મંગાવવામાં આવી છે.

આગામી બુધવારે તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ જ બાળકી પરત સોંપવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાકેશભાઇ રાવનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલામાં તમામ પુરાવાઓની ચકાસણી બાદ, તપાસ અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો