તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપ-કોંગ્રેસના ઉમેદવારની સરેરાશ ઉંમર 45 વરસ છે

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાજપે 59ની ઉંમરના બે જ્યારે કોંગ્રેસે 58 વર્ષના 4ને તક આપી
 • નડિયાદ પાલિકામાં ભાજપના 50 પ્લસના 15 ઉમેદવારો

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 60થી વધુ ઉંમરના વ્યક્તિને ટીકીટ આપવામાં નહીં આવે. આ નિયમ અંતર્ગત અનેક સિનિયર કપાયાં છે. આમ છતાં નડિયાદ નગરપાલિકામાં 2 એવા ઉમેદવાર છે કે જેમની ઉંમર 59 વરસ છે. બન્ને પક્ષોના ઉમેદવારોની સરેરાશ ઉંમર 45 વરસ થાય છે.

નડિયાદ પાલિકાની ચૂંટણી 28મીએ યોજાનાર છે. ભાજપે પહેલેથી જ ઉમેદવારોની પસંદગી માટે 60 વરસથી ઓછી ઉંમરનો નિયમ બનાવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આવી કોઇ જાહેરાત કરવામાં આવી નહતી. આમ છતા બન્ને પક્ષોએ આ વખતે ઉમેદવારોની પસંદગીમાં યુવાનોને વધુ તક આપવામાં આવી છે. કારણ કે બન્ને પક્ષોના ઉમેદવારની સરેરાશ ઉંમર 45 વરસની થાય છે. ભાજપના કુલ 49 ઉંમરની કુલ ઉંમર 2182 વરસ થાય છે. તેવી જ રીતે કોંગ્રેસના કુલ 30 ઉમેદવારોની ઉંમર 1348 થાય છે. આ બન્નેની સરેરાશ 44.53 અને 44.93 થાય છે.નડિયાદ પાલિકાની ચૂંટણીમાં 50 પ્લસમાં ભાજપે 15 ઉમેદવારને તક આપી છે. જ્યારે કોંગ્રેસના 30માંથી 11 ઉમેદવાર એવા છે કે જેમની ઉંમર 50 વરસની ઉપર છે.

ત્રણ ઉમેવારની ઉંમર માત્ર 25 વરસ છે
રાજકીય કારકિર્દીમાં સામાન્ય રીતે ચૂંટણીની તક મળતાં કાર્યકરને દસકા સુધી રાહ જોવી પડે છે. આમ છતાં નડિયાદ નગરપાલિકામાં ઉમેદવારી પસંદગીમાં ત્રણ એવા છે કે જેઓની ઉંમર હજુ 25 વરસ જ થઇ છે. જેમાં ભાજપના બે અને કોંગ્રેસના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો