તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આરોપીનો કોરોના રિપોર્ટ બાદ કોર્ટમાં રજૂ કરાશે

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સેવાલીયા પાસે બે કન્ટેનરમાં દારૂ લઇ જતા ઝડપાયો હતો

સેવાલીયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરી રહેલા કન્ટેઇનરના ચાલકને ઝડપી પાડ્યો હતો. જેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવાશે. સેવાલીયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન કન્ટેઇનરમાં હરિયાણાથી રાજકોટ તરફ લઇ જવામાં આવી રહેલા રૂ.39.36 લાખની કિંમતનો દારૂના જથ્થા સાથે કન્ટેઇનર ચાલક સત્તારામ જાટને ઝડપી પાડ્યો હતો. સેવાલીયા પોલીસે કુલ રૂ.53 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. કોવિડ-19 ના નિયમાનુસાર પોલીસે સત્તારામનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે. રિપોર્ટ જો નેગેટીવ આવશે તો તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો