તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેમદાવાદમાં વીસ વર્ષ અગાઉ ચોરી કરી ભાગેલો આરોપી ઝડપાયો

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • SOGએ વોચ ગોઠવી ખાત્રજ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો

20 વર્ષ અગાઉ ચોરી કરી ભાગી ગયેલા આરોપી ને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી પોલીસે આ તસ્કરોને ઝડપી મહેમદાવાદ પોલીસને હવાલે કર્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મેમદાવાદ તાલુકાના કેસરા માં રહેતા અરવિંદ ઉર્ફે ઉદા શકરાભાઈ દેવીપુજક સામે મેમદાવાદ પોલીસમાં 2001માં ચોરીનો ગુનો દાખલ થયો હતો. 20 વર્ષથી પોલીસને ચકમો આપી આ તસ્કર અરવિંદ નાસતો ફરતો હતો.

બીજી બાજુ ખેડા જિલ્લામાં મિલકત વિરુધ્ધના ગુના શોધવા માટે કામે લાગેલી એસ.ઓ.જી પોલીસ ને એવી બાતમી મળી હતી કે મહેમદાવાદ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો તસ્કર અરવિંદ દેવીપુજક ખાત્રજ ચોકડી પાસે આવવાનો છે. જેથી પોલીસે આ સ્થળે વોચ ગોઠવી હતી અને અરવિંદ ઉર્ફે ઉદા સકરા દેવીપુજક ને પકડી પાડી મહેમદાવાદ પોલીસને સોંપ્યો છે. આ તસ્કરની પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ખૂલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો