કાર્યવાહી:કપડવંજના 28 લાખ રૂપિયાના દારૂકાંડનો આરોપી પાસા હેઠળ સૂરતની જેલમાં ધકેલાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ઇંગ્લીશ દારૂ મળી રૂ. રૂ.28.63 લાખના મુદ્દામાલ પ્રકરણમાં ખેડા એલ.સી.બી.એ રાજસ્થાનના શખસની પાસા હેઠળ ધરપકડ કરી સુરત જિલ્લા જેલહવાલે કર્યો હતો.

કપડવંજ પંથકમાંથી પોલીસે રૂ.18.58 લાખનો વિલાયતી દારૂ, મોબાઇલ ફોન, રૂ.10 લાખની ટ્રક સહિત રૂ.28.63 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સત્યનારાયણ જગદીશલાલ ઉર્ફે પન્નાલાલ ગોપાવતની સંડોવણી ખુલી હતી. પોલીસે તેની વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે કેસમાં ખેડા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધીક્ષક મારફતે ખેડા કલેક્ટરને મોકલી આપી હતી. જે દરખાસ્તને કલેક્ટરએ મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યૂ કરતાં તા.16/09ના રોજ મજકુર આરોપી સત્યનારાયણ જગદીશલાલ ઉર્ફે પન્નાલાલ ગોપાવતની અટક કરી વોરંટની બજવણી કરી તેને સુરત જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...