તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ખેડા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 29મી રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ પરિષદ યોજાશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાર્યક્રમમાં 10 થી 17 વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ શકશે

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિપાર્ટમેંટ ઓફ સાઇન્સ & ટેક્નોલોજી , ગુજરાત સરકાર પ્રેરિત ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પસંદ થયેલ બાળક રાજય કક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકશે.

આ કાર્યક્રમમાં 10 થી 17 વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ શકે છે. આ કાર્યક્રમનું આયોજન ઓગસ્ટ માહિનામાં કરવામાં આવનાર છે. હાલના સમયમાં કોરોના મહામારીને ધ્યાને લઈ જિલ્લા કક્ષાની આ સ્પર્ધા આયોજન ઓનલાઇન, ઓફલાઇન મોડથી યોજવામાં આવશે.

29મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન 2021નો મુખ્ય વિષય નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે વિજ્ઞાન તથા તેના પાંચ પેટા વિષયો છે. તેના પેટા વિષયો આ મુજબ છે. ઇકોસિસ્ટમ સસ્ટેનેબલ (ટકાઉ) જીવનનિર્વાહ માટે, નિરંતર ટકાઉ જીવન નિર્વાહ માટે યોગ્ય ટેક્નોલોજી, સસ્ટેનેબલ જીવન નિર્વાહ માટે નમૂના , વિકાસ યોજના અને મોડેલ તૈયાર કરવા, સસ્ટેનેબલ જીવન નિર્વાહ માટે પરંપરાગત જાણકારીની સિસ્ટમ અપનાવવી અને ટકાઉ જીવન નિર્વાહ માટે સામાજિક નવીનતા વિષય છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 31 જુલાઈ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન આ લિંક :- https://forms.gle/YKfzcdwh6GbHyjAg7 પર કરવું. સાથે વધુ વિગતો માટે કલામ લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડાના ભાવિકાબેન મકવાણા (8460426920) તથા અલ્પાબેન સોલંકી (8000750076) અથવા તો જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની ઓફિસનો સંપર્ક સાંધવા જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...