તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તીર્થધામ વડતાલ ધામમાં મંગળવાર 16મી ફેબ્રુઆરીના રોજ શિક્ષાપત્રી જ્યંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે યોગાનુંયોગ સદગુરૂ બ્રહ્માનંદસ્વામીની 249મી જન્મ જ્યંતિ તથા સદગુરૂ નિષ્કુળાનંદસ્વામીની 255મી જન્મજયંતિના શુભ અવસરે સદગુરૂ બન્ને નંદ સંતોની પ્રતીમાનું સંતો દ્વારા મંદિરના સભા મંડપમાં ભાવપુજન થશે. આ અંગે આસી. કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, વસંતપંચમીના દિવસે સવારે 7થી 11 વાગ્યા સુધી વડતાલના ઐતિહાસિક સભા મંડપમાં શા.સ્વામી નારાયણચરણદાસજી શિક્ષાપત્રી રસદર્શન તથા શ્રવણ કરાવશે. અગ્રણીસંતો ચેરમેન દેવપ્રકાશજી, શા.પૂ.ધર્મપ્રસાદદાસજી, નૌતમ પ્રકાશદાસજી, બ્રહ્મસ્વરૂપ સ્વામી વિગેરે હાજર રહેશે.
આ મહોત્સવના યજમાનો કેન્યા રહેતા વસો કરોલીના હરિકૃષ્ણભાઇ પટેલ, મનનકુમાર પટેલ, પરેશકુમાર પટેલ – વડતાલ, રાજ પટેલ છે. હરિમંડપમાં સવારે 7થી સાંજે 7 સુધી મહિલા હરિભક્તોને દર્શન અને પાઠનો લાભ મળશે. સ્વા.સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત વસંતપંચમીનો મોટો મહિમા રહ્યો છે. આ મંગલદિને સંપ્રદાયના અજોડગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે હરિમંડપમાં પાદુરર્ભાવ થયો હતો.
આ શિક્ષાપત્રી ઇંગ્લેન્ડની ઓક્સફર્ડયુની.સીટીની લાયબ્રેરીમાં સંગ્રહાયેલી છે. જેતે સમયે મુંબઇના ગર્વનર જહોનમાલ્કમ રાજકોટ પધાર્યા હતા ત્યારે શ્રીજી મહારાજે સ્વહસ્તે તેમને ભેટ આપી હતી. જીવના જતનની જેમ સાચવીને માલ્કમે આ અમુલ્યભેટને ઇંગ્લેન્ડ લઇ ગયા હતા. અને તે યુની.ને અર્પણ કરી નિષ્ઠાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.