તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઠાસરા નજીકથી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1.65 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ઠાસરા નજીક ભાટવાસણા ગામના પાટિયા નજીકથી પોલીસે અમદાવાદના શખ્સને ઝડપી પાડી, રૂ.1,65,200 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, બાલાસિનોર તરફથી અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી અમદાવાદ તરફ એક કારમાં વિદેશી દારુ લઇ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ ભાટવાસણા ગામના પાટિયા નજીક વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતાં તેને રોકી તપાસ કરતાં ગાડીમાંથી રૂ.59,400 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક કમલેશ પાટીદાર (રહે.અમદાવાદ) ને ઝડપી પાડ્યો હતો. દારૂ ઉપરાંત ઠાસરા પોલીસે રોકડા રૂ.800 અને મોબાઇલ તથા 1 લાખની કિંમતની ગાડી મળી કુલ રૂ.1,65,200નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો