ચુકાદો:સગીરા પર દુષ્કર્મ આચરનારા ઠાસરાના શખ્સને 20 વર્ષની કેદ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયા બાદ તેના પરિવારજનોની મદદથી તેને 20 દિવસ સુધી ગોંધી રાખી, તેની ઉપર દુષ્કૃત્ય આચર્યું હતું. જે મામલે નડિયાદ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

ઠાસરા તાલુકાના એકલવાયું ગામમાં રહેતા દશરથ પ્રતાપભાઇ પરમારે ચાર વર્ષ પહેલા 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. દશરથે તેને લગ્નની લાલચ આપીે તા. 8 મી સપ્ટેમ્બર, 2016 ના રોજ દશરથ સગીરાને ભગાડી ગયો હતો અને સગીરાને કેફી પીણું પીવડાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ભૂજના માધાપર ખાતે લઇ ગયો હતો. જ્યાં પ્રતાપ બાબરભાઇ પરમાર, રાવજી રણછોડભાઇ પરમાર તથા ગોપાલ રાવજીભાઇ પટેલ અને માયાબેન ગોપાલભાઇ પટેલે સગીરાને દશરથ સાથે લગ્ન કરી લેવા જણાવ્યું હતું.

બીજી તરફ સગીરાના પરિવારજનોએ પત્તો ન લાગતા નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ કરી હતી. જે બાબતની જાણ દશરથને થતાં તે સગીરા સાથે પોલીસ સમક્ષ હાજર થઇ જતાં તેની અટક કરવામાં આવી હતી. આ મામલો નડિયાદના એડી.સેસન્સ જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મૃગાબેન વી.દવે ઉર્ફે પદ્માબેન દવેએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ જુબાનીના આધારે કોર્ટે દશરથને વિવિધ કલમ હેઠળ સજા ફટકારી હતી. જેમાં દૂષ્કર્મની કલમ અંતર્ગત 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...