તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:નડિયાદની 3 સોસાયટીમાં ટેસ્ટીંગ ફરજીયાત કરાયું, કોરોનાનું પ્રમાણ વધી જતાં કાર્યવાહી કરાઈ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ શહેરના કોરોના સંક્રમણ ગંભીર બાબત બની છે, તેમાંય શહેરની ઉમા ટાઉનશીપ, સંતરામનગર અને જય મહારાજ ડુપ્લેક્સ સોસાયટીમાં હાલત વધુ ગંભીર બનતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં કન્ટેનમેન્ટના નિયમોનો કડક અમલ થાય અને તમામ રહેવાસીના સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નડિયાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આપવામાં આવેલી છુટછાટના ગંભીર પરિણામો આવી રહ્યા છે. દિવસે દિવસે કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. જિલ્લાના કુલ આંકમાં અડધો અડધ આંક નડિયાદ શહેરનો જ છે. તેમાંય આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન ઉમા ટાઉનશીપ, સંતરામનગર અને જય મહારાજ ડુપ્લેક્સ સોસાયટીમાં હાલત વધુ ગંભીર બની છે. અહીં રહેવાસીઓ ટપોટપ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જેને કારણે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે અને આ ત્રણેય સોસાયટીમાં કન્ટેમેન્ટ વધુ કડક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શુક્રવારથી અહીં રહેતા તમામ રહેવાસીઓના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધી 200 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

અધિકારીઓ દ્વારા ફૂટ માર્ચ દ્વારા જાગૃતિ અભિયાન
નડિયાદ શહેરમાં વધી રહેલા કોરોના કેસના પગલે જનજાગૃતિ લાવવા તથા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી માટે અધિકારીઓ દ્વારા શુક્રવારના રોજ ફુટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એસ. ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક જી.એસ. શ્યાન, શહેર મામલતદાર પી.એ. ક્રિસ્તી, ચીફ ઓફિસર પ્રણવ પારેખ વિગેરે અધિકારીઓ જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો