વિનામૂલ્યે તાલીમ:નડિયાદમાં વિના મૂલ્યે ઇન્ડિયન ફિટનેસ ક્લબ દ્વારા PSIની ભરતી માટે શારીરિક કસોટીની તાલીમનો પ્રારંભ થયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 75 યુવાનો આ તાલીમ લઈ રહ્યા છે

આગામી સમયમાં રાજ્યના પોલીસ ખાતામાં PSIની ભરતી થનાર છે. કેટલાક યુવાનો તાલીમના અભાવે શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા હોય છે. આવા યુવાનોને વિના મૂલ્યે આ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. ઇન્ડિયન ફિટનેસ ક્લબ અને ફલાહે દારૈન કેળવણી ટ્રસ્ટ નડિયાદના સંયુક્ત ઉપક્રમે આવી તાલીમ આપવા માટે તાલીમ શિબિર શરૂ કરાઈ છે.

ઇન્ડિયન ફિટનેસ ક્લબના કોચ સલીમ કુરેશી જણાવે છે કે આગામી સમયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થવાની છે. જેમાં યુવાનો લેખીત પરીક્ષા પાસ કરે પરંતુ શારીરિક કસોટી તૈયારીમાં તાલીમના અભાવે નિષ્ફળ જતા હોય છે. આવા યુવાનો માટે 11 ઓક્ટોબરથી નડિયાદના મરીડા રોડ ખાતેની બેસ્ટ હાઈસ્કુલ તેમજ વહેલી સવારે ડાકોર રોડ પરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તાલીમ આપવામાં આવી રહી છે.

આ તાલીમ ‌કેમ્પમાં તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે સરાહનીય બાબત કહી શકાય છે. ઇન્ડિયન ફિટનેસ ક્લબના કોચ સલીમ કુરેશી કુલ 75 ઉમેદવારોને તાલીમ આપી રહ્યા છે. જેમાં 8 જેટલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. બહારગામના ઉમેદવારો માટે ફલાહૈ દારૈન કેળવણી ટ્રસ્ટ નડિયાદ દ્વારા હોસ્ટેલની પણ સુવિધા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...