તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના માંઘરોલી ગામે રહેતા શખસે એક સગીરાને હવસની શિકાર બનાવી તેને ખેતરમાં લઇ ગયો હતો અને હુંડીયાના પુળાના ઢગલામાં બે દિવસ રાખી દૂષ્કર્મ આચર્યું હતું.આ અંગે કોર્ટે નરાધમ શખસને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નડિયાદના માંઘરોલી ગામના રામપુરા ગામે રહેતા લાલસિંહ પરમારએ એક સગીરા પર નજર બગાડી હતી. આ સગીરાને 30મી ઓગષ્ટ, 2020ના ઘરેથી દુર આવેલા ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં શેઢા ઉપર બનાવેલા હુંડીયાના પુળાના ઢગલામાં બે દિવસ રાખી દૂષ્કર્મ આચર્યું હતું.
બાદમાં સગીરાને મોરબી લઇ જઇ તેણે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ચકલાસી પોલીસે લાલસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં સરકારી વકિલ પી.આર. તિવારીની દલીલો તેમજ છ સાહેદના પુરાવા અને કુલ 16 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ ન્યાયધિશે દસ વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત આરોપીએ રૂ.બે લાખ વળતર તરીકે ચુકવવા તથા સરકારમાંથી રૂ. બે લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.