કોરોના ઇફેક્ટ:ખેડા જિલ્લામાં દસ વિસ્તારોને કન્ટેન્મેન્ટમાંથી મુક્ત જાહેર

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના ચકલાસી ભાગોળના સ્લમ વિસ્તાર, ભોઇવાસ, ઠાકોરવાસ, દેસાઇ સંસ્કાર કેન્દ્રથી ખોડિયાર મંદિર સુધીનો રસ્તો (સતડીયા ખડકી) તથા ખોડિયાર મંદિરથી સલુણ બજાર સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હરિદાસ કર્વાટર, દાસ બગીની ચાલી, પૌંઆ ફેકટરી, મોઢ ફળિયું, પોસ્ટ ઓફિસ નજીકનો રહેણાંક વિસ્તાર, સ્વામીનારાયણ મંદિર નજીક દવે ફળિયું તથા કોમ્પલેક્ષ વિસ્તારને કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ અપાઇ છે.

આ ઉપરંત કપડવંજમાં મક્કી મહોલ્લા રોડથી ફકીરવાડો, ઘાંચીવાડો તથા ગલી મુખીની ચાલી, માતરના દેથલી ગામે ગાંધીપુરા વિસ્તારને મુક્ત જાહેર કરાયો છે. જ્યારે મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ નજીકના બોરિયા સીમ, નડિયાદ તાલુકાના ચકલાસી નજીકના રામપુરાના સાટોડીનાકા વિસ્તાર, મહેમદાવાદના દાજીપુરા કેનાલ નજીકનો વિસ્તાર, માતર તાલુકાના ત્રાજના આશીર્વાદ ફાર્મ વિસ્તાર, મહુધાના રબારીવાસ અને આસપાસનો વિસ્તાર તથા મહેમદાવાદના આશિયાના પાર્ક (વ્હોરા સોસાયટી)નો સમાવેશ થાય છે. 

અન્ય સમાચારો પણ છે...