• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Controversy Over Tearing Down Congress Banners Once Again In Nadiad, Application Filed With Police For Tearing Down Banners Wishing Diwali

બેનર ફાડી નખાતાં વિવાદ:નડિયાદમાં વધુ એક વખત કોંગ્રેસના બેનરોને ફાડી નખાતાં વિવાદ, દિપાવલીની શુભેચ્છા આપતાં બેનરો ફાડી નખાતાં પોલીસમાં અરજી અપાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ આ રીતે બેનર ફાડવામાં આવ્યા હોવાથી શહેરનું રાજકારણ ગરમાયું
  • બેનર જાણીબુઝીને તોડી અને ફાડી નાખવામાં આવ્યું હોવાની ફરિયાદ
  • કોંગ્રેસ પક્ષની પ્રતિષ્ઠાને શહેરની જનતા સમક્ષ હાની થાય તેવા ઈરાદાથી બેનર ફડાયાનો આરોપ

નડિયાદમાં જવાહર નગર રેલ્વેફાટક પાસે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નડિયાદ શહેરના હોદ્દેદારો દ્વારા જનતાને દિપાવલીની શુભકામના પાઠવવા લગાવેલા બેનરો અજાણ્યા ઈસમે ફાડી નાખતાં શહેરનું રાજકારણ ગરમાયું હતું. જે અંગે નડિયાદ પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે.

નડિયાદ ટાઉન પોલીસમાં કોંગ્રેસ પક્ષના નડિયાદ શહેરના મહામંત્રી નવીનભાઈએ આપેલી અરજીમાં જણાવાયું છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા નડિયાદ શહેરના હોદ્દેદારો અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનાં ફોટાવાળુ શહેરની જનતાને દિપાવલીની શુભકામના પાઠવતું એક બેનર એડ એજન્સી મારફતે જવાહર નગર રેલ્વેફાટક પાસે લગાવવામાં આવ્યું હતું. જે કોઇ પક્ષ વિરોધી દ્વારા કોંગ્રેસ પક્ષની પ્રતિષ્ઠાને નડિયાદ શહેરની જનતા સમક્ષ હાની થાય તેવા બદઈરાદાથી શનિવારની રાત્રીના સમયે ફાડી નાખ્યું હતું. તેમજ આ લગાવેલું બેનર જાણીબુઝીને તોડી નાખી અને ફાડી નાખવામાં આવ્યું છે તેવી ફરિયાદ કરાઈ હતી.

કોંગ્રેસ પક્ષની નડિયાદ શહેરની જનતા સમક્ષ છબી ખરાબ કરવાના બદઈરાદે જાણીબુઝીને આ બેનર તોડી નાખીને ફાડવામાં આવેલું હોવાથી જાહેર જનતામાં છબી બગાડવાના બદ ઇરાદે આવું કૃત્ય કરનાર સામે પગલાં ભરવા માંગ કરાઈ હતી. શહેરમાં અગાઉ પણ આ રીતે બેનર ફાડવામાં આવ્યા હોવાથી આ બાબતે શહેરમાં રાજકીય ગરમાવો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...