તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:નડિયાદના ડભાણમાં શિક્ષકના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના લઇ ફરાર

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ગ્રામ્ય પોલીસને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

કોરોના કાબુમાં આવતાં ચોરીના બનાવોનો વ્યાપ વધી રહ્યો છે. તો આ તરફ પોલીસ પણ પેટ્રોલીંગ ન કરતી હોવાની ફરિયાદો ઉઠતાં તસ્કરોને ચોરી કરવામાં મોકળું મેદાન મળી ગયું છે. ખેડા જિલ્લામાં વધતાં જતાં ચોરીના દુષણને કાબુમાં લાવવા પોલીસ તંત્ર ગંભીરતા દાખવે તેવી માંગ ઉઠી છે. નડિયાદના ડભાણ ગામે એક શિક્ષકના બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે.

નડિયાદ તાલુકાના ડભાણ ગામે તળાવ પાસે આવેલ શ્યામકુંજ સોસાયટીના બ્લોક નંબર-31માં રહેતા મૌલિકભાઈ ચાવડા પોતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મૌલિકભાઈ ગતરોજ રાત્રે યોગીનગર ખાતે રહેતા તેમના સાળાના ઘરે ગયા હતા. આ સમયે આ બંધ મકાનનો તસ્કરોએ લાભ લીધો હતો.

તસ્કરોએ તેમના મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તિજોરીમાં મુકેલ સોનાના દાગીના તથા અન્ય ચિજ વસ્તુઓ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા. મૌલિકભાઈ જ્યારે ઘરે પરત આવતાં તેમના મકાનનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા. ઘરમાં પ્રવેશ કરતાં તિજોરીનો સરસામાન વેરવિખેરલ હાલતમાં પડ્યો હતો. આ જોઈ તેમણે તુરંત આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરતાં પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે મકાન માલિકના નિવેદન આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...