તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોની પસંદગી:ડભાણમાં શિક્ષકોનો વધઘટ કેમ્પ યોજાયો, 128ને નિમણૂંક

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નડિયાદ નજીકના ડભાણ ગામે સોમવારના રોજ શિક્ષકોની બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં કોવિડના નિયમો સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. - Divya Bhaskar
નડિયાદ નજીકના ડભાણ ગામે સોમવારના રોજ શિક્ષકોની બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં કોવિડના નિયમો સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
 • છ તાલુકાના વધ શિક્ષકોને ઘટ ધરાવતા 4 તાલુકામાં સમાવાયાં

નડિયાદ શહેર નજીકના ડભાણ ગામે સોમવારના રોજ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાના વધના શિક્ષકોનો જનરલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન સિનિયોરીટી આધારે તેમને ઘટ પડતા તાલુકામાં સમાવવામાં આવ્યાં હતાં. ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો જનરલ વધઘટ કેમ્પ ડભાણ ખાતે કુમાર શાળામાં યોજાયો હતો. જેમાં વિવિધ તાલુકામાંથી 128 વધ પડતાં શિક્ષકોને અન્ય તાલુકામાની 150 ખાલી જગ્યામાંથી પસંદગી મુજબ શાળામાં સમાવવામાં આવ્યાં હતાં. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઉપસ્થિતિમાં શિક્ષકોને શિક્ષણ વિભાગના વધઘટ નિયમોનુસાર સિનિયોરીટી મુજબ સ્થળ પસંદગી આપવામાં આવી હતી. આ કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

ક્યા તાલુકામાં વધ હતી ?
મહુધા 13
કઠલાલ 21
કપડવંજ 40
ઠાસરા 26
ગળતેશ્વર 24
મહેમદાવાદ 04
કુલ 128
કયા તાલુકામાં ઘટ હતી ?
નડિયાદ 35
વસો 16
ખેડા 20
માતર 79
કુલ 150

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો