તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:શિક્ષકોનું કોરોના વેકેશન સમાપ્ત આજથી શાળામાં હાજરી ફરજીયાત

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારથી શાળાનો સમય આખા દિવસનો કરાયો

ખેડા જિલ્લામાં કોરોનાના પગલે પ્રાથમિક શાળાઓનો સમય સવારના રાખવામાં આવ્યો હતો. જોકે, ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. જેના પગલે મંગળવારથી પ્રાથમિક શાળાઓનો સમય આખા દિવસનો કરવામાં આવ્યો છે. જેમાં તમામ શિક્ષકો હાજર રહીને શેરી શિક્ષણનું મૂલ્યાંકન, એકમ કસોટી ચકાસણી સહિતની કામગીરી કરશે. જોકે, તે પહેલા સરકારે પ્રથમ ચરણમાં ધો.9થી 12નું શિક્ષણ શરૂ કર્યું હતું. જેમાં 60 ટકા સુધી હાજરી પહોંચી છે અને દિવસે દિવસે આ હાજરી વધી રહી છે.

આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કર્યો છે. પ્રથમ વર્ષના અભ્યાસક્રમો માટે કોલેજોના શૈક્ષણિક કાર્યો ભૌતિક રીતે શરૂ કરવાના રહેશે. કોલેજોમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટંશન જળવાઇ રહે તેનું પાલન કરીને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત હોસ્ટેલમાં પણ એક રૂમમાં વધુમાં વધુ બે વિદ્યાર્થી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો