તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Parineeta, A Teacher Of Kapadvanjna Torana, Has Lodged A Complaint Against Her Teacher Husband, Mother in law And Daughter in law.

ત્રાસ:કપડવંજના તોરણાની શિક્ષિકા પરિણીતાએ પોતાના શિક્ષક પતિ, સાસુ અને દિયર સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષિકા પરિણીતાને આઠ વર્ષની દિકરી સાથે ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ પિયરમાં આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સમાજમાં છુટાછેડાનું પ્રમાણ એક દુષણની જેમ ફુલી ફાલ્યું છે. હવે તો એજ્યુકેટેડ વર્ગોમાં પણ આમ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. કપડવંજના તોરણાની શિક્ષિકા પરિણીતાએ પોતાના શિક્ષક પતિ સહિત સાસરીના વ્યક્તિઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે.

કપડવંજ તાલુકાના તોરણા ગામની મહિલા છેલ્લા 13 વર્ષથી ગીર સોમનાથ જિલ્લાના સીમર ગામની કન્યા શાળામાં શિક્ષિકાની નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2012માં આણંદ જિલ્લાના ભાલેજ પાણીની ટાંકી પાસે રહેતા અબ્દુલહમીદ મલેક સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયા હતા. અબ્દુલહમીદ ભરૂચ જિલ્લાના વરેડીયા ગામની હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસોમાં દંપતી બન્ને સાસરીમાં આવતું જ્યાં થોડા દિવસો રોકાઈ પરિણીતાને ગીર સોમનાથ મુકી જતાં આ સમયગાળામાં પરિણીતાને સારા દિવસો રહેતા તેણે એક દિકરીને જન્મ આપ્યો હતો. હાલ આ દિકરી આઠ વર્ષની છે.

પતિ-પત્નીને અલગ અલગ સ્થળે નોકરી હોવાથી અબ્દુલહમીદ તેની પત્નીને કહેતો હતો કે આ દિકરી મારી છે કે નહી તે ચેક કરાવવું પડશે. મારે તો સારા ઘરની છોકરી લાવવાની હતી અને તે દહેજ પણ ઓછુ આપ્યું છે તેમ જણાવી પરિણીતા પર ત્રાસ વર્તાવવાતાં હતાં. ઉપરાંત તોરણાની જમીન પણ મારા નામે કરાવવાની તારા પિતાએ કહ્યું હતું જેથી મે તારી સાથે લગ્ન કર્યા હતા. તારે તારો પગાર મને આપવો પડશે તેમ જણાવ્યું હતું. આ બાબતે પરિણીતાએ પોતાના સાસુ અને દિયરને પણ જણાવતાં તેમણે કહેલું કે અબ્દુલહમીદ જેમ કહે તે રીતે તારે રહેવું પડશે. પરંતુ પરિણીતાએ આ વાત નહી માનતા પતિ સાથે મારઝૂડ કરી તેને આઠ વર્ષની દિકરી સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી પરિણીતાએ પિયરમાં આવી મહિલા પોલીસ મથકે પોતાના પતિ અબ્દુલહમીદ મલેક, સાસુ ખાતુનબીબી નુરમહંમદ મલેક અને દિયર રહેમતઉલ્લા મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...