તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ વસ્તી દિવસ:વસોના પેટલીમાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે તાલુકા કક્ષાનો લક્ષીત દં૫તિ સેમીનાર યોજાયો

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિપુલ અમીનના માર્ગદર્શન હેઠળ સેમીનાર યોજાયો

11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી છે. જેથી સમગ્ર વિશ્વમાં વસ્તીનો એક જટીલ પ્રશ્ન ઉભો થયો છે. બીજી બાજુ જમીન મર્યાદિત હોવાથી આવનાર સમયમાં રહેવું ક્યાં તે મોટો પડકાર પ્રશ્ન સર્જાશે માટે વસ્તી નિયંત્રણ કરવા તમામ દેશો લાગ્યા છે. ખેડા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા આ દિનની રવિવારે ઉજવણી કરવામાં આવી છે.

દર વર્ષે 11 જુલાઈના રોજ આ દિવસ ઉજવવા પાછળનો હેતુ એટલો જ છે કે લોકો આવનાર પરિસ્થિતિની ગંભીરતા સમજે. ખેડા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા આ દિનની રવિવારે ઉજવણી કરવામાં આવી છે. વસો તાલુકાના પેટલી ગામે વડવાળા મહાદેવ ખાતે તાલુકા કક્ષાનો લક્ષીત દં૫તિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિપુલ અમીનના માર્ગદર્શન હેઠળ આ સેમીનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમીનારમાં 80 જેટલા દં૫તિ હાજર રહ્યાં હતાં અને કુટુંબનીયોજનની કાયમી અને બીનકાયમી પદ્ધતિઓથી માહીતગાર કરવામાં આવ્યા હતા. ગામના ઉત્સાહી સરપંચ ભૂમીબેન ત્રીવેદી તથા તાલુકા પંચાયત સભ્ય ડાહયાભાઇ આ તબક્કે ખાસ હાજર રહ્યા હતા.

આ કાયર્ક્રમમાં પ્રા.આ.કે. ખાંઘલીના મેડીકલ ઓફીસર ડો.ભાગ્યેશ શાહ તથા સી.એચ.ઓ. અઝરુદીન રાઠોડે પ્રાસંગીક સંબોઘન કરી લોકોને માહિતગાર કર્યા હતા. તાલુકા કચેરીમાંથી તાલુકા હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ વિઝીટર તથા પ્રા.આ.કે. ખાંઘલીના સુ૫રવાઈઝર અને તમામ ફીલ્ડ સ્ટાફ તથા આશા અને આશા ફેસીલેટર હાજર રહ્યા હતા. તેમજ તાલુકા હેલ્થ સુ૫રવાઈઝર જી.બી.મેધા ડભાણ વાળાએ કુટુંબનિયોજનની તમામ પધ્ધતિઓ વિષે ઝીણવટભયુ માર્ગદર્શન અને સમજૂતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...