સ્થાપના દિનની ઉજવણી:નડિયાદ કલામંદિરના 83મા સ્થાપના દિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટેલેન્ટ ઇન નટપુર સ્પર્ધા યોજાઇ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીંગીંગ-ડાન્સીંગ અને એક્ટિંગ સ્પર્ધા યોજાઇ

નડિયાદ સ્થિત આવેલા કલામંદિરના 83મા સ્થાપના દિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટેલેન્ટ ઇન નટપુર (સીંગીંગ-ડાન્સીંગ અને એક્ટિંગ) સ્પર્ધાનું બે વિભાગમાં કલામંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધીએ સૌને શાબ્દિક આવકાર આપી આવકાર્યા હતા. જ્યારે ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય પ્રો,ચેરમેન હેમંતભાઇ વ્યાસે આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધી અને મંત્રી સતીષ દવેએ મહાનુભાવોનું ફુલહાર તથા બુકેથી અભિવાદન કર્યું હતું.

કાર્યક્રમના દિપ પ્રાગટયમાં સંતરામ મંદિર નડિયાદના પૂ.સંત નિર્ગુણદાસજી મહારાજ, રાજન દેસાઈ (ઉપાધ્યક્ષ-ખેડા જિલ્લા ભાજપ), નડિયાદ નગરપાલિકાના ઉપપ્રમુખ કિન્તુભાઇ દેસાઇ, જે.ડી.પટેલ, હરીભાઇ પટેલ તથા સંસ્થાના પ્રમુખ ઉમેશ ગાંધી અને મંત્રી સતીષ દવે જોડાયા હતા. કાર્યક્રમની શરુઆત ચેષ્ઠા દરજીની પ્રાર્થનાથી કરવામાં આવી. સંત નિર્ગુણદાસજી મહારાજે આશીર્વચન પાઠવી કાર્યક્રમની શુભેચ્છા પાઠવી. જયારે રાજનભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમની સફળતા માટે, તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શર્મેચ્છા પાઠવી હતી. ટેલેન્ટ ઇન નટપુર સ્પર્ધા અંગેની માહિતી મંત્રી સતીષ દવેએ આપી હતી, જયારે હાજર તમામ સ્પર્ધકોને શુભકામના પાઠવી હતી.

પ્રથમ (સીંગીંગ) સ્પર્ધાની શરુઆત કરાઇ હતી. જેના નિર્ણાયક તરીકે કિરણ ડાભી, શરદભાઇ ગજજર અને જવલંત મહેતાએ સેવાઓ આપી અનુક્રમે બંને વિભાગમાંથી કુલ છ વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. જેમાં (અ) વિભાગના તમામ વિજેતોઓને (ન્યુ લક્ષ્મી ટ્રાવેલ્સના સંચાલક દિવ્યાંગભાઇ મિસ્ત્રી) તરફથી, જયારે (બ) વિભાગના તમામ વિજેતાઓને (હેપ્પી એન્ડ બ્રધર્સ એન્ટરપ્રાઇઝના ઓનર અનિલભાઇ વાધેલા) તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ બીજા ક્રમે (એક્ટિંગ) સ્પર્ધાની શરુઆત કરાઈ હતી. જેના નિર્ણાયક તરીકે વિજયભાઇ સોની, ઉપાબેન ઢેબર અને કિરણ ડાભીએ સેવાઓ આપી અનુક્રમે બંને વિભાગમાંથી કુલ ચાર વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. જેમાં (અ) વિભાગના તમામ વિજેતોઓને (ભાવનાબેન વ્યાસ-શિવાંગી વિયેટર,નડિયાદ) તરફથી, જયારે (બ) વિભાગના તમામ વિજેતાઓને (હિતેશકુમાર એન.પટેલ-બારેજા) તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ ત્રીજા ક્રમે (ડાન્સીંગ) સ્પર્ધાની શરુઆત કરાઇ હતી. જેના નિર્ણાયક તરીકે મેઘના પટેલ, પ્રફુલ્લ પટેલ અને સુજલ રાજપૂતે સેવાઓ આપી અનુક્રમે બંને વિભાગમાંથી કુલ છ વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. જેમાં (અ) વિભાગ તમામ વિજેતોઓને (ઝલક ગાંધી-સેન્ટ્રલ ઇન્ચાર્જ-રંગોલી પ્રી-સ્કૂલ નડિયાદ) તરફથી, જયારે (બ) વિભાગના તમામ વિજેતાઓને (નિર્મળાબેન એમ.દવે તરફથી) રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

દરેક સ્પર્ધામાં ભાગ લેનાર તમામને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જયારે ડાન્સીંગ-સીંગીંગ અને એકટીગના (અ વિભાગના વિજેતા ) સિવાયના તમામ સ્પર્ધક બાળકોને પ્રોત્સાહિત કરવા સંસ્થા તરફથી ગીફટ આપવામાં આવી હતી.

આ સ્પર્ધાના આયોજન તબકકે સંસ્થાના મંત્રી સતીષ દવેએ ઉપસ્થિત સૌને દાતાઓની સેવાઓ માટે તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ-સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો. કલાપ્રેમી જનતાનો પણ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્થાના આ કાર્યક્રમની આમંત્રિતોએ પણ ખુબ સરાહના કરી હતી, જયારે કેટલાક વિજેતાઓએ એવી પણ રજૂઆત કરી હતી કે આવા કાર્યક્રમને જીલ્લા સ્તર ઉપર કરવામાં આવે તો ઘણા બધા કલાકારોને એક સારી તક સાંપડી શકે છે. દર વર્ષે સંસ્થા દ્વારા આવા કાર્યક્રમો થાય તેવી ઇચ્છા વ્યકત કરી સંસ્થાનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...