તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:મહેમદાવાદના રોહીસ્સાના તલાટી કમ મંત્રી અને સરપંચના પતિ લાંચ કેસમાં 2 દિવસના રિમાન્ડ મંજૂર

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજારની લાંચ લેતા ACBએ તલાટી અને તેના મળતિયાએ ઝડપી પાડ્યા હતા

ખેડા જિલ્લામાં લાંચ લેવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. મહેમદાવાદ પંથકના રોહિસ્સા ગામે એક વ્યક્તિને પોતાના ભાઈના મૃત્યુ બાદ ખેતીલાયક જમીનમાંથી નામ કમી કરાવવા માટે પેઢી નામાની જરૂર હોય તલાટી કમ મંત્રી પાસે જતા તેમણે રૂપિયા 30 હજારની લાંચની માગણી કરી હતી. જે પૈકી 10 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી તેમજ તેમનો મળતિયો એસીબી પોલીસ નડિયાદના રંગેહાથે ઝડપાઇ ગયા હતા. આ કેસમાં ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રીમાન્ડ મેળવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના તલાટી કમ મંત્રી વિનોદ વિનુભાઈ ચૌહાણ અને ગામના મહિલા સરપંચના પતિ રમેશ બાબરભાઈ પરમાર બન્ને 10 હજારની લાંચ લેતા ACBના છટકામાં આવી ગયા હતા. ગત સોમવારે ટ્રેપ કરી હતી. ફરિયાદીને પેઢીનામું કરવાનુ જે બાબતે લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. આ બન્નેએ 30 હજારની માંગણી કરી હતી જે પૈકી 10 હજાર લેતાં એસીબીએ પકડી પાડ્યા છે. ACB પોલીસે લાંચીયા બન્ને વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી. ગતરોજ બન્ને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે બાદ બુધવારે નડિયાદની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...