તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

21મો શપથવિધિ સમારોહ:નડિયાદમાં જૈન સોશિયલ ગ્રુપનો શપથગ્રહણ વીધી સમારોહ યોજાયો, પ્રમુખ તરીકે તેજસ દોશી, યુવા પ્રમુખ જીજ્ઞેશ શાહ બન્યા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઘટક સંગીની ગૃપના પ્રમુખ તરીકે માનસી શાહ તથા કમીટી સભ્યો એ શપથગ્રહણ કર્યા

નડિયાદ સહિત જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યમાં હંમેશા આગળ રહેલ જૈન સોશિયલ ગ્રુપનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન સહિત જૈન સમાજના અગ્રણી લોકો હાજર રહ્યા હતા.

જૈન સોશિયલ ગૃપ નડિયાદનો 21મોં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે તેજસ દોશી, યુવા પ્રમુખ જીજ્ઞેશ શાહ, તત્કાલીન પ્રમુખ નિરવ શાહ તથા કમીટીના સભ્યોને સુરતથી આવેલા મનીષ શાહની અધ્યક્ષ સ્થાને શપથગ્રહણ કરાવ્યા હતા.

આ ઉપરાંત જૈન સોશિયલ ગૃપ નડીયાદના મહિલા ઘટક સંગીની ગૃપના પ્રમુખ તરીકે માનસી શાહ તથા કમીટી સભ્યો એ શપથગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના શિવરામ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. સમારોહના ઉદઘાટક જિલ્લા ભાજપ પ્રમુખ અજૃનસિહ ચૌહાણે આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ શપથવિધિ સમારોહમાં ગૃપના સૌ સભ્યો તથા જૈન સોશિયલ ગ્રુપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...