નડિયાદમાં સસ્પેન્ડેડ શિક્ષકની આત્મહત્યાનો પ્રયાસ:લઘુમતિ કોમની વિદ્યાર્થિની સાથે લગ્ન કરતા શાળા સંચાલકોએ કાઢી મૂકતા દંપતીએ દવા પીધી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આણંદના પાધરીયામાં રહેતા યુવકે શાળાની લઘુમતિ કોમની વિદ્યાર્થિની સાથે લગ્ન કરતાં તેને સસ્પેન્ડ કરાયો હતો
  • શિક્ષક અને તેની પત્નીએ નોકરીએ પરત લેવાની માંગ કરી હતી પરંતુ શાળા સંચાલકોએ મચક ન આપતાં પગલું ભર્યું

નડિયાદ મામલતદાર કચેરી બહાર આણંદના ખ્રિસ્તી દંપતી દ્વારા આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આણંદના પાધરીયા વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી પરિવારનો યુવાન ઠાસરાની શાળામાં નોકરી કરતો હતો. પરંતુ થોડા સમય અગાઉ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. અનેક રજૂઆતો બાદ પણ શાળા સંચાલકો દ્વારા તેની રજૂઆત નહીં સાંભળતા આજરોજ મેકવાન દંપતી આપઘાત કરવા માટે નડિયાદ પાસ્ટર સેન્ટર માં આવ્યું હતું. જોકે તેઓ કોઈ પગલું ભરે તે પહેલા પોલીસે બંનેની ધરપકડ કરી મામલતદાર કચેરીમાં રજુ કર્યા હતા. પરંતુ દંપતીએ કચેરી બહાર જ ઝેરી દવા પી લીધી હતી.

સમગ્ર ઘટના બાબતે મામલતદાર કચેરી દ્વારા નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરી છે. આણંદના પાધરીયા વિસ્તારમાં રહેતા રેન્સી નિર્મલભાઈ મેકવાન ઉ.32 ઠાસરાની સચ્ચિદાનંદ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. દરમિયાન તેઓએ શાળામાં જ અભ્યાસ કરતી આયશાબાનું નામની 22 વર્ષીય યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ રેન્સી ફરજ પર હાજર થવા જતા શાળા સંચાલક મંડળ દ્વારા તેઓને ફરજ પરથી મોકૂફ કરી દીધી હતા. જેથી રેનીસે અનેકવાર શાળા સંચાલક મંડળને રજુઆત કરી હતી. પરંતુ સંચાલક મંડળ દ્વારા રેનીસ ની વાત સાંભળી ન હતી.

વારંવાર ની રજૂઆત બાદ પણ નોકરી નહી મળતા રેનીસ અને આયશાબાનું એ નડિયાદ પાસ્ટર સેન્ટરમાં જઈ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ આજે સવારે 11.30 વાગ્યે દંપતી પાસ્ટર સેન્ટર પહોંચી ગયું હતું. જોકે નડિયાદ પશ્ચિમ પોલીસને આ બાબતે જાણ થઈ જતા તેઓએ દંપતીને ઝડપી અટકાયતી પગલાં લીધા હતા. અને બપોરે 4.30 વાગ્યે મામલતદાર કચેરીમાં જામીન માટે રજુ કર્યા હતા. જ્યાં દંપત્તીને જામીન આપી છુટા કરવામાં આવ્યા હતા.

પરંતુ જામીન મેળવ્યા બાદ મામલતદાર કચેરી બહાર જ દંપતીએ આત્મહત્યા કરવાના ઈરાદે ઝેરી દવા પી લીધી હતી. જેથી સ્થાનિકોએ 108 બોલાવી દંપતીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ દંપતી ખાનગી હોસ્પિટલમાં જવા નીકળ્યું હતું. પરંતુ તે ક્યાં ગયા તે બાબતે રહસ્ય ઘેરાયું છે. જોકે મામલતદાર કચેરી દ્વારા ઘટના મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં કાયદેસર કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

દર્દીને ICUમાં દાખલ કર્યા હતા, તેઓ ખાનગી હોસ્પિટલમાં જવું છે કહી સિવિલમાંથી ગયા છે
108 મારફતે દંપત્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપી આઇ.સી.યુ માં શિફ્ટ કર્યા હતા. પરંતુ દર્દીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની જીદ કરી હતી. જેથી તેઓની લેખિત સંમતિ લઈ તેઓને ખાનગી હોસ્પિટલમાં રવાના કર્યા છે. - મીનાક્ષીબેન, ફરજ પરના તબીબ, નડિયાદ સિવિલ હોસ્પિટલ