ક્રાઈમ:નડિયાદમાં એક્ટિવામાં દારૂ લઇ જતા બે શખ્સોની અટક

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ પરથી પોલીસે એક્ટિવામાં દારૂ લઇ જઇ રહેલા બે શખ્સોને ઝડપી, પાડ્યા છે. નડિયાદ શહેર પોલીસે નાના કુંભનાથ રોડ ઉપરથી પસાર થઇ રહેલ એક્ટિવાને રોકી, તેની ડીકીમાં તપાસ કરતાં, દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂની બોટલ અને એક્ટિવા કબજે લીધું હતું. શહેર પોલીસે આ મામલે મિતેશ ઉર્ફે ભોલો જયેશભાઇ બારોટ તથા અંકિત ભરતભાઇ રાવ (બંને રહે.રાવપુરા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...