જળસંગ્રહનો વ્યાપ વધારવાનો પ્રયાસ:ખેડામાં સુજલામ-સુફલામ જળ અભિયાન તથા જળ શક્તિ અભિયાનની કામગીરી શરૂ, 75 સરોવર બનાવવા તળાવ નક્કી કરવામાં આવ્યાં

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડામાં સુજલામ-સુફલામ અંતર્ગત 622 કામો પૈકી 50 કામો પૂર્ણ થયા, 121 કામો પ્રગતિ હેઠળ
  • છેલ્લા ત્રણ વર્ષમાં અભિયાન હેઠળ ખેડામાં કુલ 1998 કામો વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરાયા
  • 75 અમૃત સરોવર બનાવવા માટે તળાવ નક્કી કરવામાં આવ્યાં, ઘણાં તળાવોમાં હાલ કામગીરી શરૂ

ગુજરાત રાજ્યમાં જળસંચય દ્વારા ભાવિ પેઢીને જળસંપત્તિનો વારસો આપવા માટે રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. વર્ષ 2018થી 2021 દરમ્યાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી હાથ ધરવા માટે "સુજલામ-સુફલામ જળ અભિયાન"ની શરૂઆત કરવામાં આવી છે.

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ રૂ. 507.75 લાખના ખર્ચે કરાર કાર્યો માસ્ટર પ્લાન હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં પાણી પુરવઠા વિભાગ-278, ગ્રામ વિકાસ વિભાગ-65, નર્મદા નિગમ-22, જળસંપત્તિ વિભાગ-215, વોટર શેડ-6 તથા શહેરી વિકાસ વિભાગના કામો છે, જેમાં આજની સ્થિતીએ ખેડા જિલ્લામાં 622 કામો પૈકી 50 કામો પૂર્ણ થયા છે. 121 કામો પ્રગતિ હેઠળ છે. તેમજ બાકી રહેલા કામો શરૂ કરવામાં આવશે.

જળશક્તિ અભિયાન-કેચ ધ રેઈન (ISA-CTR) હેઠળ ભારત દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત દેશના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટેની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સરકારના માર્ગદર્શન મુજબ ખેડા જિલ્લામાં પણ 75 અમૃત સરોવર બનાવવા માટે તળાવ નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી ઘણાં તળાવોમાં હાલ કામગીરી શરૂ છે. ખેડા જિલ્લામાં જળસંગ્રહનો વ્યાપ વધે તથા ગામનું પાણી ગામમાં જ રહે એ માટે માસ્ટર પ્લાનના 622 કામો સિવાય અન્ય 50 તળાવો ઊંડા કરવાની કામગીરીની મંજૂરી સંબંધિત ગ્રામ પંચાયત તથા નગરપાલિકાને આપવામાં આવ્યા છે.

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કાર્યો જેવા કે તળાવો ઉંડા કરવા, યાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટીયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઈ, મરામત તથા જાળવણી નદી, વોકળા, કાસની સાફસફાઈ, નવા તળાવો, નવા ચેકડમો બનાવવા વન તલાવડી, ખેત તલાવડી, માટીપાળા, ગેબીયન રેઈન વોટર હાર્વેસ્ટીંગ, પીવાના પાણીના સ્ત્રોત, ટાંકી, સંપ, ઇન્ટેક, સ્ટ્રકચર તથા આસપાસની સફાઈ જેવા કાર્યો હાથ ધરવામાં આવે છે.

રાજ્યમાં ચાલુ વર્ષે પણ 19મી માર્ચ, 2022થી 31 મે, 2022 સુધી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી શરૂ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ અભિયાન હેઠળ ખેડા જિલ્લામાં કુલ 1998 કામો વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...