તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નડિયાદમાં ફિલ્ટરેશન પ્લાન્ટનો ટ્રાયલ સફળ, નજીકના દિવસોમાં શુધ્ધ પાણી મળશે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં મૌખાદ તલાવડી વિસ્તારમાં કરોડોના ખર્ચે અત્યાધુનિક ફિલ્ટરેશન પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આજે બીજા ટ્રાયલમાં પ્રશાસન મહી કેનાલનું પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં લાવવા સફળ થયું છે. ટ્રાયસ સફળ થતાં જ પાલિકાના ચીફ ઓફીસર, વૉટર કમિટિના ચેરમેન પ્રમુખ અને અન્ય કર્મચારીઓએ ખુશી વ્યક્ત કરી છે. લાંબા સમયથી આ પ્રોજક્ટનું કામ અનેક વિઘ્નોના કારણે અટવાયું હતું. એવામાં જન્માષ્ટમીના નિમિત્તે કરાયેલો પ્રથમ ટ્રાયલ નિષ્ફળ જતાં નિરાશા જોવા મળી હતી.

પરંતુ હવે જ્યારે ટ્રાયલ સફળ થતાં મૌખાદ તલાવડીમાં મહી કેનાલ પાણી આવી જતાં ટૂંક જ સમયમાં નડિયાદના લાખો નગરજનોને ફિલ્ટરેશન થયેલું અને સરકારી ધારાધોરણ મુજબનું TDSનું પાણી મળતું થઈ જશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે. આજે બીજા ટ્રાયલ માટે ચીફ ઓફીસર પ્રણવભાઈ પારેખ સહિતના જવાબદાર અધિકારીઓ નિરીક્ષણ માટે હાજર હતા. આ પ્રોજેક્ટથી શહેરીજનોને પૂરતાં ફોર્સથી પાણી મળી રહેશે એમ પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...