તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નડિયાદ ચોક્સી મહાજન એસોસિયેશને HUID જોગવાઈ રદ કરવા બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક ચીટનીશને આવેદનપત્ર આપવામાં આવ્યું
  • કાયદો રદ નહી થાય તો ઉદ્યોગ કારો, વેપારી, કારીગરો પર વિપરીત અસર પડશે

સમગ્ર દેશમાં HUID મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. જ્વેલરી ઉદ્યોગકારોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. બે દિવસ પૂર્વે સમગ્ર દેશમાં જ્વેલરી બજાર બંધ રાખી આ કાળાકાયદાનો સખ્ત વિરોધ કરાયો હતો. આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ સરકાર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી HUIDને રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જો આ કાયદો રદ નહી કરવામાં આવે તો વ્યવસાયકારોને વિપરીત ગંભીર અસર પડશે અને જ્વેલરી ઉદ્યોગો તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. આ સંદર્ભે આજે નડિયાદના ચોક્સી મહાજન એસોસિયેશને નડિયાદ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી કાળા કાયદાને રદ બાબતે રજૂઆત કરી છે.

નડિયાદ ચોક્સી મહાજન એસોસિયેશને દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે રત્નો તથા જ્વેલરી ઉદ્યોગોમાં (યુનિક ID) HUID તેની જોગવાઈનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. જે કાયદો તાત્કાલિક અસરથી રદ કરવા અંગે જણાવાયું છે. આ કાયદાના કારણે ઘણી બધી અસ્પષ્ટતાઓ અને સ્પષ્ટતાનો અભાવ છે.

16 જુનથી ફરજ્યાત લાગુ કરેલ HUIDમાં ઘણાં મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલ્યા છે. જેના કારણે આ વ્યવસાય પતનના આરે જઈ રહ્યો હોવાનું વ્યવસાયકારોને લાગી રહ્યું છે. નડતરરૂપ સમસ્યામાં હોલ માર્કિંગ સેન્ટરોની વર્તમાન ઝડપ અને કાર્યક્ષમતા જોતા બધામાલ હોલમાર્કીંગ કરવા માટે 4.5 વર્ષ લાગે તેમ છે. અપુરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે માત્ર 30% માલને હોલ માર્કિંગ થઈ શકે છે. 40 લાખથી નીચેના ટર્નઓવરવાળા વેપારી મિત્રોને હોલમાર્કની ગુણવત્તાવાળી વેચવાની મંજૂરી નથી જેથી તેઓને ફરજિયાત રજીસ્ટ્રેશન લેવાની ફરજ પડી છે. દાગીનાની શુદ્ધતાની જવાબદારી હોલમાર્કિંગ કેન્દ્રો પર મુકવી જોઈએ. નહી કે જવેલર્સ કે દુકાનદાર પર.

BIS કાયદાની કલમ 29 હેઠળ દંડની જોગવાઈ અધિકારીઓને આપવામાં આવેલી છે અને ફોજદારી કેસ ચલાવવાની સત્તા આપેલ હોઈ જવેલર્સ કોઈ ગુનેગારથી ઓછો નથી તેવું સાબિત થાય છે. દંડ, કેદ અને લાયસન્સ રદ કરવા સાથે "ઈનસ્પેકટર રાજ" નો ડર વેપારીની ભાવનાઓને ડહોળી રહ્યો છે. નવી આવી રહેલ HUID પધ્ધતિને કારણે વેપારની પ્રક્રિયા ધીમી પડી રહી છે અને નવી પાલન પ્રક્રિયા પાછળ ખર્ચાનું ભારણ પણ વધશે.

ટૂંકમાં અમારા ઉધોગ થકી દેશની જી.ડી.પી. માં 6.7% યોગદાન છે. ઉપર મુજબના મુદ્દાઓનો યોગ્ય ઉકેલ નહી આવે તો ઉદ્યોગ બહુ ખરાબ રીતે તુટી જશે અને લાખો વેપારી તથા કારીગર મિત્રોની આજીવીકા છીનવાઈ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા હોવાનું વ્યવસાયકારો જણાવી રહ્યા છે. આ આવેદનપત્ર અધિક ચીટનીશ રોનક પટેલે સ્વીકાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...