તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:આર્મીની ભરતીમાં ઉંમરની છૂટછાટ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના જાગૃત યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આર્મી ભરતી સબંધિત રજૂઆત કરી છે. વર્ષ 2019માં આર્મીની અંતિમ ભર્તી યોજાયા બાદ કોવિડ-19ના કારણે હજુ સુધી ભરતી યોજાઈ નથી. ત્યારે હવે ભરતી માટેની પ્રક્રિયા શરૂ થતા તેમાં ભાગ લેવા ઈચ્છુક યુવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.

યુવાનોએ જણાવ્યુ છે કે, આર્મીની ભરતી માટે 18થી 23 વર્ષની ઉંમર જરૂરી છે. ત્યારે છેલ્લા 2019માં ભરતી કર્યા બાદ અત્યાર સુધી કોરોનાના કારણે ભરતી કરાઈ નથી. જેના કારણે જે યુવાનો કોરોના સમયગાળામાં 23 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, તે ભરતીમાં ભાગ લઈ શકશે નહી. પરિણામે આ યુવાનો પોતે દેશ સેવાનું સ્વપ્ન સેવતા હોય, તેઓ આ ભરતીમાં ભાગ લઈ શકે, તે હેતુસર જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને આપેલા આવેદનમાં જણાવ્યુ છે કે, આ ભરતી સબંધિત વિભાગમાં તેમની રજૂઆત પહોંચાડવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...