રજૂઆત:નડિયાદના સંતરામ ટાવરની મરામત માટે જિલ્લા ભાજપ ઉપપ્રમુખની COને રજૂઆત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરીત ટાવરને નવા વર્ષ પહેલા રીપેરીંગ કામની પ્રાથમિકતા આપવા જણાવ્યું

ખેડા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખવાની ફરજ પડી છે. શહેરમાં આવેલા સંતરામ ટાવરની મરામત માટે તેમણે લાગણી વ્યક્ત કરી છે. આ રજૂઆત તેમણે પ્રાદેશિક કમિશ્નર અને પોતાના જ પક્ષના પાલિકા પ્રમુખને પણ પહોંચાડી છે.

ખેડા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ રાજન દેસાઈએ નડિયાદ પાલિકાના ચીફ ઓફીસરને પત્ર લખ્યો છે. જેમાં શહેરના મધ્યમાં સંતરામ મંદિરની સામે આવેલા સંતરામ ટાવરની મરામત અને શુશોભીત કરવા માગ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, અહીં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ દેશ વિદેશના લોકો આવતા હોય છે. ઉપરાંત જિલ્લામાં રાજકીય, સામાજીક અને જાહેર કાર્યક્રમની શરૂઆત અને સમાપન ત્યાં જ કરવામાં આવે છે. પરંતુ હાલ આ ટાવર ખૂબ જ જર્જરીત હોવાનું દેખાઈ રહ્યુ છે.

ટાવર ઉપર ઝાળી-ઝાંખળા પણ ઉગી નીકળ્યા છે. ટાવરમાં જૂની પ્રણાલીનું ઘડિયાળ છે, જે બંધ હાલતમાં છે. જેથી આ ટાવરને યોગ્ય રીતે મરામત કરી કલર કામ કરવામાં આવે, ઘડિયાળ ચાલુ કરીને ટાવરને યોગ્ય રીતે શુશોભીત કરવામાં આવે તેમજ કાયમ માટે સાર સંભાળ રાખેે જેથી નડિયાદની શોભામાં વધારો થાય, તેમ પત્રમાં જણાવ્યુ છે. નવા વર્ષ પહેલા આ કામગીરી કરી તેને પ્રાથમિકતા આપવા ઉપપ્રમુખે લાગણી વ્યક્ત કરી છે. તેમણે આ રજૂઆત નડિયાદ પાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા અને પ્રાદેશિક કમિશ્નરને પણ કરી છે. ત્યારે તેમની આ માંગણીને પાલિકામાંથી કેટલુ પ્રાધાન્ય આપેે છે, તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...