આવેદનપત્ર:બસના રૂટ વધારવા ABVP દ્વારા ડેપો મેનેજરને રજૂઆત

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને અપ-ડાઉનમાં પડતી અગવડના પગલે
  • વસો રૂટ પર ડ્રાઈવર​​​​​​​-કન્ડક્ટરે વિદ્યાર્થીને માર માર્યો

નડિયાદમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. નડિયાદ ડિવીઝન અંતર્ગત અનેક બસોના રૂટ બંધ છે, જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડ પડતી હોવાનું જણાતા એ.બી.વી.પી. દ્વારા રજૂઆત કરાઈ છે.

નડિયાદ ડિવિઝન અંતર્ગતના અનેક ગ્રામ્ય રૂટ બંધ હોવાનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે જણાવ્યુ છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અપડાઉન કરતા હોય, તેમને આવવા-જવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યુ છે. ઉપરાંત અત્યારે પાસ કઢાવવા માટે એક જ કાઉન્ટર છે, જે વધારીને બે કરવા માટે પણ આવેદનમાં જણાવ્યુ છે. જો 48 કલાકમાં માંગણી ન સંતોષાય તો એ.બી.વી.પી. દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બીજીતરફ આજે નડિયાદ-વસો રૂટ પરની એક બસમાં અલિન્દ્રા(વસો)ના એક વિદ્યાર્થીને ડ્રાઈવર-કન્ડક્ટર દ્વારા બસમાંથી ઉતારી મુકાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. ડ્રાઈવર-કન્ડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર માર્યો હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...