તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નડિયાદમાં જૂના ST સ્ટેન્ડ પાસે રિક્ષા સ્ટેન્ડ ફાળવવા રજૂઆત

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષાચાલકો અને પોલીસ વચ્ચે છાસવારે સર્જાતું ઘર્ષણ

નડિયાદ એસ.ટી.સ્ટેશન પાસે તેમજ ટાઉન પોલીસ સ્ટેશનની સામેની બાજુએ શટલિયા રિક્ષાચાલકો આડેધડ ઉભા રહી ટ્રાફિકને અવરોધતાં હોય છે. તેવી જ રીતે, સંતરામ મંદિર રોડ પર અને ટ્રાફિક પોલીસ ચોકીની નજીકની શાકમાર્કેટ પાસે પણ આવા શટલિયા રિક્ષાવાળાઓ ઉભા રહેતાં હોય છે. જોકે, ટ્રાફિક પોલીસ દ્વારા છાશવારે રીક્ષાચાલકો સાથે તકરાર કરીને તેમની કનડગત કરવામાં આવતી હોવાની રાવ છેલ્લા લાંબા સમયથી ઉઠી છે. જેને લઇને હવે રિક્ષાચાલકો દ્વારા એસ.ટી.સ્ટેન્ડની નજીકમાં 30 રિક્ષા ઉભી રાખવાની મંજૂરી સાથેના સ્ટેન્ડની ફાળવણી કરવાની માંગણી કરાઇ છે.

શનિવારે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. હાલમાં ધંધા-રોજગાર બંધ જેવી હાલતમાં છે. રિક્ષાચાલકો ભાડેથી અને લોનથી રિક્ષા ફેરવતાં હોય છે. તેથી રોજીરોટી પુરી મળતી નહીં હોવાના લીધે જીવનગુજારો કરવામાં મુશ્કેલી પડે છે. ટ્રાફિક અને RTO ના દંડની તોતિંગ રકમ ભરવામાં રિક્ષાચાલકોને આર્થિક ભીંસ વેઠવી પડતી હોય છે. હાલમાં નવા બસ સ્ટેન્ડ સામે 15 રિક્ષાનું સ્ટેન્ડ ખુણાંમાં હોવાથી સ્થાનિક વેપારીઓ પોતાની ગાડીઓ પાર્ક કરતાં હોવાથી પેસેન્જર ભરવા ગમે ત્યાં ઉભા રહેવાની નોબત આવતી હોવાનું જણાવી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઓટોરિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો