તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Students Going Abroad For Study Purposes Who Have Taken The First Dose Of The Vaccine And Have Missed The Second Can Take The Second Dose.

નડિયાદથી:વિદેશમાં અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો બાકી હોય તે બીજો ડોઝ લઇ શકશે

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • ખેડા જિલ્લાના વિદેશ જતા વિધાર્થીઓને રસીકરણનો બીજો ડોઝ આપવા કેટલીક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું

વિદેશમાં અભ્યાસ અર્થે જતા ખેડા જિલ્લા સહિત રાજ્યના વિધાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે નિયત સમય મર્યાદા નથી તેવા વિધાર્થીઓ માટે રસીના બીજા ડોઝ લઇ શકશે.

નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા સરકાર દ્રારા વેક્સિનેશનનું સઘન અમલીકરણ થઇ રહ્યુ છે. વિદેશમાં અભ્યાસ અર્થે જતા રાજ્યના વિધાર્થીઓ આ વેક્સિનેશનનો બીજો ડોઝ આપવા માટે મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, ગાંધીનગર દ્રારા તેઓના જણાવ્યા મુજબ ભારત સરકાર તરફથી મળેલ રિવાઇઝડ ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીનો પહેલો અને બીજો ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનો નક્કી થયેલો છે. પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓને અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે તેમજ હાલમાં 84 દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં-વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય તે અંગે આવા વિધાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવા અંગે વ્યવસ્થા કરવા જણાવવામાં આવી છે.

ખેડા જિલ્લાના અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓને રસીકરણનો બીજો ડોઝ આપવા માટે કેટલીક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. (1) Email "covid19vaccine.student.kheda@gmail.com" પર દસ્તાવેજો અપલોડ કરીને મોકલી આપવાના રહેશે. (2) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તેઓની કચેરી ખાતે આ વિષયે " Special cell cell"નુ ગઠન કરવાનુ રહેશે. વિધાર્થી તરફથી આવેલા ઇ-મેઇલની પ્રિન્ટ આઉટ લઇ સામેલ દસ્તાવેજોના આધારે અરજી મંજુર થયેથી વિધાર્થીને કન્ફર્મેશન ઇ મેઇલથી જણાવવામાં આવશે. વિધાર્થીઓનુ રસીકરણ કેન્દ્ર ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી, ખેડા નડીયાદ ખાતે રાખેલું છે.

(3) આવા વિધાર્થીઓના દસ્તાવેજો અને પત્રકની વિગતોની ચકાસણી કરી નકકી થયેલ ઓળખકાર્ડ પૈકી કોઇ એકનો ઉપયોગ વેક્સિનેશન કરતી વખતે પાસપોર્ટની વિગતો, વિદેશની એકેડેમિક કોર્સ અંગેની વિગતો, સ્ટુડન્ટ વિઝા અંગેની વિગતો તેમજ વેક્સિનેશન પ્રથમ ડોઝ અંગેની વિગતો આપવાની રહેશે.

(4) આ રસીકરણ અને તેનુ પ્રમાણપત્રમાં વિદેશમાં અભ્યાસ અર્થે જતા ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે નિયત સમય મર્યાદા નથી તેવા વિધાર્થીઓ માટેની આ વ્યવસ્થા છે. આ સિવાયની કોઇપણ વ્યક્તિએ આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે નહી. તેમ નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...