તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:નડિયાદમાં અગમ્ય કારણોસર આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, બે દિવસમાં બીજી ઘટના

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનોના મતે છેલ્લા કેટલાય સમયથી મૃતક ડિપ્રેશનમાં હતો
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સમાજમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસેને દિવસે યુવાનો આપઘાત કરી રહ્યા છે. બે દિવસ પહેલા નડિયાદમાં રહેતા એક યુવકે બ્રીજ પરથી આપઘાત કર્યો હતો જે બનાવની હજુ સહી સુકાઇ પણ નથી ને શહેરમાં અન્ય એક યુવકે આજે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. નડિયાદમાં એક આશાસ્પદ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતાં પોલીસનૌ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલી કર્મવીર સુંદરવન સોસાયટીના મકાન નં. એફ 46માં રહેતાં 26 વર્ષિય દેવેન્દ્ર સોલંકી નામના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. દેવેન્દ્રે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના પહેલા માળે જઈ પંખાના હૂંક સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આજે બપોરે તે ઘરે એકલો હતો તે સમયે તેણે ઉપરના માળે જઈ રુમનો દરવાજો બંધ કરી સ્યુસાઇડ કરી લીધું હતું.

આ ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને થતાં તેઓ તુરંત દોડી આવ્યા હતા અને રુમનો પાછળનો દરવાજો તોડી જોતાં પરિવારના માથે આભ તૂટી પડયું હતું. આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાયદાકીય તપાસ હાથ ધરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત મૃતક યુવાન પોતે આઈસીઆઈસીઆઈ બેંકમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને છેલ્લા ઘણાં સમયથી કોઈ ડિપ્રેશનમાં હોવાને કારણે આપઘાત કરી લેવાનું તેના પરિવારે પોલીસને જણાવ્યું છે. આ બનાવમાં આપઘાત કરવાનું ચોક્કસ કારણ અકબંધ રહેવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...