નડિયાદના દવાપુરામાં જૂથ અથડામણ:એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, DySP સહિતની ટીમ સ્થળ પર પહોંચી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે જુથ વચ્ચે પથ્થરમારા પગલે પોલીસ ઘટનાં સ્થળે - Divya Bhaskar
બે જુથ વચ્ચે પથ્થરમારા પગલે પોલીસ ઘટનાં સ્થળે
  • બંને પરિવારનો સંબંધ લગ્ન રદ્દ થવાથી બગડ્યો હતો

નડિયાદ તાલુકાના દવાપુરા ગામે એક જ કોમના બે જુથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા અફડાતફડી મચી ગઈ હતી. દવાપુરા ગામમાં મસ્જીદ પાસેના વિસ્તારમાં રહેતા સરપંચ અને સામે જુથના પરિવાર વચ્ચે તાજેતરમાં લગ્ન સંબંધ નક્કી થયો હતો. જે બાદમાં તૂટી ગયો હતો. લગ્ન સબંધ તુટી ગયો હોય બંને પરિવાર વચ્ચે કકળાટ ચાલતો હતો. તેવામાં શુક્રવાર સરપંચ રૂકસાના મલેકનો નાનો દિકરો નમાજ પઢી મસ્જિદ માંથી બહાર આવ્યો તે સમયે સામે પક્ષના લોકોએ યુવકને ગાળો બોલતા તેના ભાઈએ ગાળો નહી બોલવા જણાવ્યું હતુ.

પથ્થરમારાની ઘટનામાં 3ને ઇજા, પોલીસની ટીમ સ્થળ પર દોડી
પરંતુ પહેલાથી જ ઝઘડવા માટે તૈયાર બેઠેલ ઇસમો દ્વારા ગાળાગાળી કરી, ઝપાઝપી કરી પ્રી પ્લાનિંગ મુજબ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક પથ્થરમારો શરૂ થઈજતા સમગ્ર વિસ્તારમાં અફળાતફળી મચી ગઈ હતી. સરપંચ રૂકસાના બાનુના જણાવ્યા મુજબ પથ્થરમારાની ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ અને ડીવાયએસપી સ્થળ પર દોડી ગયા હતા. જોકે મોડે સુધી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

ખેડા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં અજંપાભરી શાંતિ
અત્યારે ઘટના સ્થળ પર સંપૂર્ણ શાંતિ છે, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. અગાઉ યુવક-યુવતીના લગ્ન બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે વિખવાદ પણ થયો હતો. જે બાબતને લઈ આજે સમગ્ર ઘટના ઘટી હતી. બંને પક્ષ તરફથી જો ફરિયાદ આપવામાં આવશે તો પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. - વી.આર.બાજપાઈ, ડી.વાય એસ.પી. નડિયાદ

અન્ય સમાચારો પણ છે...