તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહેમદાવાદના બે ગામમાંથી બે મોટર સાયકલની ચોરી થતા ચકચાર

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્ક કરેલી મોટર સાયકલની અજાણ્યા ઈસમોએ કરી ઉઠાંતરી
  • મહેમદાવાદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ

મહેમદાવાદ પંથકના બે ગામમાંથી બે બાઈકની ચોરી થતાં ચકચાર મચી છે. અકલાચામાં ઘર પાસે અને રૂદણમાં ખેતરમાં પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી થઈ છે. આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઈ છે.

ઘર પાસે ખુલ્લી જગ્યામાં બાઈક કરી હતી પાર્ક
મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે રહેતા અશ્વિન પટેલ ગત 18 જુલાઈના રોજ રાત્રે પોતાના ખેતરમાં મોટરસાયકલ લઈને ગયા હતા. ત્યારબાદ મધરાત્રે તેઓ પરત ઘરે આવ્યાં હતા અને તેઓએ પોતાનું બાઈક ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ મોટરસાયકલની ચોરી કરી હતી.

ખેતરમાંથી બાઈકની ચોરી
જ્યારે બીજો બનાવ આ પંથકના રૂદણ ગામે બન્યો છે. આ ગામની સીમમાં રહેતા સમસુદ્દીન મલેક ગત પહેલી ઓગસ્ટે પોતાનું મોટર સાયકલ લઇને પોતાના ખેતરમાં આવ્યાં હતા. બોર, કૂવા પાસે તેમણે પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યુ હતું. આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
ઉપરોક્ત બન્ને બનાવોમાં વાહન માલિકને પોતાના વાહન ચોરાયાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. જોકે, આજ દિન સુધી વાહનની ભાળ નહી મળતાં વાહન માલિકોએ ગતરોજ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...