તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનઃ શિક્ષણકાર્ય શરૂ:આજથી ધો. 6થી 8ની શાળાઓ છાત્રોની કિલકારીઓથી ગૂંજી ઉઠશે

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજથી ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળામાં ઓફલાઈન અભ્યાસ શરૂ થનાર છે. - Divya Bhaskar
આજથી ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળામાં ઓફલાઈન અભ્યાસ શરૂ થનાર છે.
  • 14 માસમાં બીજીવાર 5 મહિના બાદ પુનઃ શિક્ષણકાર્ય શરૂ

સરકારે ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યા પછી ખેડા જિલ્લામાં શાળાઓ આજથી ખુલી જશે. અત્યાર સુધી 671 શાળાઓના 2.46 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. જે હવે ફરી પ્રત્યક્ષ ભણતરમાં જોતરાઈ જશે અને ઓફલાઈન શિક્ષકની પ્રત્યક્ષ હાજરીમાં અભ્યાસ કરશે. કોરોનાકાળમાં શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય સંદરત બંધ થઈ ગયુ હતુ.

શાળાઓ ખુલતા હવે ખેડા જિલ્લામાં 1671થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ ખાનગી શાળાઓમાં 2,46,792 વિદ્યાર્થીઓનું 14 માસમાં બીજીવાર 5 મહિનાના સમયગાળા બાદ ફરીથી શિક્ષણકાર્ય શરૂ થશે. અગાઉ 9થી 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ 6થી 8ના વર્ગો શરૂ થાય તેવી માંગ ઉઠી હતી. જેના પર રાજ્ય શિક્ષણ વિભાગે આગામી 2 સપ્ટેમ્બરથી એસ. ઓ. પી.ના અમલ સાથે 6થી 8ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપતા આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓની કિલકારીઓ ગૂંજી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...