તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન અનલૉક:ધો. 10-12ના 43 હજાર રેગ્યુલર વિદ્યાર્થીને માસ પ્રમોશન પણ 11 હજાર રીપીટર પરીક્ષાર્થીઓની આજથી અગ્નિપરીક્ષા, કોરોના કાળમાં તંત્રની પણ કસોટી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધો.10-12 ના છાત્રોની પરીક્ષા શરૂ થાય તે અગાઉ કોરોના ગાઈડ લાઈનને અનુસરી પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરાયા હતા. - Divya Bhaskar
ધો.10-12 ના છાત્રોની પરીક્ષા શરૂ થાય તે અગાઉ કોરોના ગાઈડ લાઈનને અનુસરી પરીક્ષા કેન્દ્રોને સેનેટાઈઝ કરાયા હતા.
  • ખેડા જિલ્લામાં ધો. 10ના 9,100 અને ધો. 12ના 2,144 રીપીટર માટે કોવિડ ગાઇડ લાઇન સાથે પરીક્ષાનો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા ધો.10-12ના 43 હજાર જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ અંદાજે 11 હજાર જેટલા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. આવતીકાલથી શરૂ થતી આ પરીક્ષા કોરોના એસ.ઓ.પીના ચૂસ્ત પાલન સાથે લેવામાં આવશે. જિલ્લામાં ધો.10 માટે 9,100 રીપીટર પરીક્ષાર્થીઓ શિક્ષણ વિભાગના ચોપડે નોંધાયા છે. જ્યારે ધો.12 સાયન્સ માટે 944 અને સામાન્ય પ્રવાહ માટે 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે માટે તંત્રે તૈયારીઓ પૂરી કરી દીધી છે.

રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે જે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં મહત્વની બાબત એ જોવા મળી કે ધો.12 કે જેમાં ઓછા પરિક્ષાર્થીઓ છે તેમના માટે જિલ્લા મથક નડિયાદના સેન્ટર પર બિલ્ડીંગ ફાળવાયા છે. સાયન્સ કેટેગરીમાં 944 વિધાર્થીઓ માટે 5 શાળાઓ તેમજ સામાન્ય પ્રવાહના 1200 વિધાર્થીઓ માટે 8 શાળાઓ ફાળવવામાં આવી છે.

જ્યારે ધો.10ના 9,100 રિપીટર પરિક્ષાર્થીઓ જિલ્લાના તાલુકા મથકો પર પરીક્ષા આપવાના છે. જેમના માટે 52 જુદી જુદી શાળાઓ ફાળવવામાં આવી છે. મહત્વની વાત છે કે શિક્ષણ વિભાગ દ્વારા કોરોના એસ.ઓ.પી નું ચુસ્ત પાલન થાય તે માટે તકેદારી રાખવામાં આવનાર છે. અગાઉ ધો.10ના 28,342 અને ધો.12 ના 15,086 વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ માસ પ્રમોશન આપી ચૂક્યું છે.

1 ક્લાસમાં ફક્ત 30ના બદલે 20 જ વિદ્યાર્થીઓને બેસાડાશે
અગાઉ પરીક્ષાઓ લેવાતી હતી, જેમાં એક ક્લાસરૂમમાં 30 વિધાર્થીઓને બેસાડાતા હતા. જેના બદલે આવતીકાલથી શરૂ થતી ધો.10-12ની પરીક્ષામાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓને એક ક્લાસમાં બેસાડાશે. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓને કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા સૂચના
તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ કોરોના ગાઇડલાઇનનું ચૂસ્ત પણે પાલન કરે તે જરૂરી છે. શિક્ષણ વિભાગ દ્વારા દરેક વિધાર્થીઓ કોરોના ગાઇડલાઇનને અનુસરી પરીક્ષા ખંડ સુધી પહોંચે, પરીક્ષા આપશે તો જ કોરોના સંક્રમણને રોકી શકાશે.

દરેક ક્લાસ રૂમ પર માસ્ક, સેનિટાઇઝર, થર્મલ ગનની વ્યવસ્થા
રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોજાયેલી મીટીંગ દરમ્યાન દરેક પરીક્ષા કેન્દ્ર અને વર્ગ ખંડ બહાર માસ્ક, સેનિટાઇઝર અને થર્મલ ગનની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપી છે. જેના પગલે શિક્ષણ વિભાગે દરેક શાળાને એક્સટ્રા 1000 માસ્ક, વર્ગ દીઠ થર્મલ ગન અને સેનિટાઇઝર રાખવા સૂચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...