અભ્યાસ:ધો. 10-12ની પરીક્ષાના ફોર્મ 22 નવે.થી ભરાશે

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GSEBની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે

ખેડા જિલ્લામાં કોરોનાકાળ બાદ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓએ ઑફલાઈન અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારે હાલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વર્ષ 2022 માર્ચની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવ્યા છે.

જેથી ધો.10, ધો.12વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજ્ય સહિત ખેડા જિલ્લામાં કોરોના કાળમાં શાળાઓ બંધ રહી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઘેર રહી અભ્યાસ કર્યો હતો. જ્યારે ગત વર્ષે કોરોનાને લીધે પરીક્ષાઓ શક્ય ન રહેતા દરેક ધોરણના વિદ્યાર્થીઓ તેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપ્યું હતું. કોરોના સંક્રમણ ઘટતા વિદ્યાર્થીઓ શાળાઓએ ઓફલાઇન અભ્યાસની શરૂઆત કરી હતી. ખેડા જિ. મા. શિ. વિભાગે જણાવ્યું છે કે, 22 નવે.થી ફોર્મ ઓનલાઇન ભરાવાનું ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...