તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વિજાપુરના તમાકુના બે વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતાં નડિયાદ પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમાકુની ડીલીવરી બાદ પણ વેપારીને વળતર નહીં મળતાં છેતરપિંડીનો અહેસાસ થયો
  • કુલ રૂપિયા 32 લાખ 40 હજાર 698ની ઠગાઈ આચરવામાં આવી
  • નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જિલ્લાના વિજાપુરના બે તમાકુનાં વેપારીઓ સાથે ઠગાઇ થઈ હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ છે. વેપારીઓએ તમાકુનું વેચાણ કરી તેના વળતર પેટેની રકમ નહીં મળતા આ અંગે તમાકું લેનાર બે શખ્સ અને નાણાંની જવાબદારી લેનાર સામે ફરિયાદ નોંધાઇ છે. કુલ રૂપિયા 32 લાખ 40 હજાક 698ની છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામે રાજેશ પટેલ રહે છે. જે તમાકુનો વેપાર કરે છે. તે પોતાની તમાકુ વિજાપુર તાલુકાના ફુદેડા ગામે રહેતા પોતાના વેવાઈ પ્રકાશ પટેલને આપે છે. જેના નાણાં પણ સમયસર ચૂકવાઈ જતાં હતા. પ્રકાશ અને રાજેશે ગત વર્ષ 2020માં પેટલાદ તાલુકાના ખાનપુર ધર્મજ ખાતે રહેતા જમીર મેહબુબ મલેકના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ તમાકુની લે વેચ જમીર સાથે નક્કી કરાઈ હતી.

જમીરે ઓગસ્ટના બીજા સપ્તાહમાં નડિયાદ બોમ્બે રેસ્ટોરન્ટ ખાતે મુંબઈ મલાડ વેસ્ટમાં રહેતા મનોજ હીરાનંદ ખુબચંદાણી અને વડોદરા સારાભાઈ મેઈન રોડ પર રહેતા ઘનશ્યામ નરસિંહભાઈ પટેલ સાથે મીટીંગ કરી હતી. આ મીટીંગમાં રાજેશ હાજર રહ્યા હતા. જે સમયે જમીર મલેકના પરીચિત છે તેમ કહી રાજેશને ભેળવી તેઓ પાસેથી તમાકુની ખરીદી કરાઈ સાથે સાથે પ્રકાશે પણ તમાકુનું વેચાણ આ બન્નેને કર્યું હતું.

રાજેશ અને પ્રકાશે અલગ અલગ ત્રણ સરનામે જ્યાં તમાકુની ડિલીવરી નક્કી કરાઈ હતી તે સ્થળે વાહન મારફતે આ તમાકુ જથ્થાને મોકલી આપ્યો હતો અને નાણાંની સંપૂર્ણ જવાબદારી જમીર મલેકે ઉઠાવી હતી. કુલ 51 હજાર 958 કિલો તમાકુ જેની કિંમત રૂપિયા 32 લાખ 40 હજાર 698 થાય છે. જે આજ દિન સુધી નહીં આપતાં બન્ને વેપારીઓને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 406, 420, 120 B અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો