તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નડિયાદ પાસેના કમળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 38 હજારના દારૂ સાથે બે શખ્સોની અટક કરી

નડિયાદ નજીક આવેલા કમળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો કરીને વિદેશી દારૂના જથ્થા સાથે કમળાના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. ટીમે દારૂ ઉપરાંત રોકડ અને વાહન મળી કુલ રૂ. 1,23,610 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, કમળા ગામે રહેતા રસિકભાઇની ઓરડીમાં અને ઓરડીના પાછળના ભાગમાં વિદેશી દારૂ સંતાડી તેનું વેચાણ કરવામાં આવે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરીને મનોજ ઉર્ફે ભૂરિયો રાજપુત તથા રાજેશ બારૈયા (રહે.કમળા)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઓરડીની પાછળના ભાગમાંથી સંતાડેલી વિદેશી દારૂની રૂ.35,440ની તથા બિયરના 26 ટીન કિંમત રૂ.2600ના કબજે લીધા હતા. પોલીસે બંને આરોપીઓની અંગજડતીમાંથી રોકડા રૂ.3870, 3 મોબાઇલ ફોન અને બે વાહન મળી કુલ રૂ.1,23,610નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો